વિક્રમ સવંત ૨૦૮૨-તા:૧૬/૧૧/૨૦૨૫ને રવિવારના રોજ દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે નવા આવેલા પરિવારજનોનું સ્વાગત, નવનિયુક્ત કર્મચારીઓને બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપી સન્માન કરવાનું તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
પ્રમુખશ્રી નરોતમભાઈ ધાંધલ્યા દશા પાલીવાલ બ્રહ્મ સમાજ ગાંધીનગર, ઉપ પ્રમુખશ્રી ચંદુભાઈ જાની, મુરબ્બીશ્રી ગીરીશભાઈ ધાંધલ્યા, શ્રી ઘનશ્યામભાઈ ધાંધલ્યા (ડેપ્યુટી કલેકટર, CMO), શ્રી કલ્પેશભાઈ પંડયા(સરકારી શ્રમ અધિકારી), શ્રી પૂનમબેન ધાંધલ્યા (CDPO ક્લાસ-૨), અગ્રણી બિઝનેસમેન તથા વિવિધ જગ્યા પર સરકારી અધિકારીઓ ભાઈઓ અને બહેનોની હાજરીમાં યોજાયું.
ગાંધીનગર ખાતે બ્રહ્મ ગૌરવ એવોર્ડમા ૧. જાની હર્ષિતભાઈ (Deputy Executive Engineer-GMC), ૨. જોશી નેહાબેન (PI-ગાંધીનગર) ૩. જાની ચિંતનભાઈ (DySO-સચિવાલય), ૪. જાની હેમાંકભાઈ (DySO-સચિવાલય), ૫. ડૉ. રજનીશભાઈ જાની (ઓફિસ આસિસ્ટન્ટ-સચિવાલય), ૬. જાની બંસીબેન (જુનિયર કલાર્ક- GMC), ૭. જાની વિશાલ (ઓફિસ આસિસ્ટન્ટ-સચિવાલય), ૮. પંડયા વિવેકભાઈ (MPHW- GMC) ૯. ધાંધલ્યા પાર્થભાઇ (હાઇકોર્ટ ઓફ ગુજરાત) ૧૦. સંજયભાઈ પંડયા (સ્ટાર્ટઅપ) ૧૧. ભદ્રેશભાઈ લાધવા (સ્ટાર્ટઅપ) ૧૨. ડૉ. મનોજભાઈ જાની (MD મેડીસીન, કીડની સ્પેશિયાલિસ્ટ), ૧૩. શ્રી નરેશભાઈ રમણા (હેડ-કોસ્ટબલ-ચેતક કમાન્ડો) વગેરેનું સન્માન કરવામાં આવ્યું.
ઉપપ્રમુખશ્રી દ્વારા દરેક પરીવારજનો અને અધિકારીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. નવનિયુક્ત અધિકારીઓશ્રીઓ દ્વારા સમાજ પ્રત્યે ઋણ અદા કરવાનું, સંગઠિત થવાનું, યુવાઓને નિર્વ્યસની, ખોટી સોબત ના લેવા બાબત ટકોર કરી. પ્રમુખશ્રી દ્વારા સાથે રહીએ સાથે મળીએ અને સમાજ માટે ગાંધીનગર ખાતે આપના ભાઈઓને શક્ય તેટલી મદદ કરવા આહ્વાન કરેલ. ડૉ. મનોજભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે હજી સમાજમાં ઘણા બધા MBBS પછી આગળ અભ્યાસ માટે આવતા નથી. ઘણી બધી જગ્યાએ મેડીકલ ફિલ્ડમાં આગળ વધી શકાય છે. ડૉકટરોનું સ્નેહમિલનનું આયોજન થાય અને જે લોકોને માર્ગદર્શનની જરૂર હોય તેઓને મદદ કરી શકાય. શ્રી કલ્પેશભાઈ દ્વારા પરિવારમાં આપનું મહત્વ, સમાજમાં સાથે રહેવા માટે મળવું જરૂરી છે. ગાંધીનગર ખાતે થતી પ્રવૃત્તિ દર માસની પૂર્ણિમાએ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે તો આપ સૌ ઓછામાં ઓછી છ પૂર્ણિમાએ હાજર રહી સામાજિક ભાતૃભાવ વધારીએ. શ્રી ઘનશ્યામભાઈએ આપણે વૃક્ષ ઉપરના પર્ણ છીએ જે વૃક્ષની ઉપર હોય છે પરંતુ તેના મૂળ તો જમીન સાથે જ જોડાયેલા હોય તો જ વટવૃક્ષ બને તેમ આપણે સૌ પણ આપણી જમીન/સમાજ સાથે જોડાયેલ રહીએ. એક રહીએ સાથે રહીએ સમાજના વિકાસ થકી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ. શ્રી પરેશભાઈએ કહ્યું કે આપણે સૌએ અન્ય સમાજ અને સમય સાથે સાથ મિલાવવો પડશે. સમાજમાં રહેલા કુ-રીવાજો દુર કરી આગળ પ્રગતિના પંથે જવું પડશે, વિચારવું પડશે, મેહનત કરવી પડશે, સમાજ માટે યોગદાન આપવું પડશે. છેલ્લે શ્રી રાહુલભાઈએ આભારવિધિ સાથે સાથે કહ્યું કે સમાજના કોઈ ભાઈ કે બહેનને ગાંધીનગર ખાતે હાજર થવા કે અન્ય કોઈ કામ માટે આવવાનું થાય તો તેને રહેવા અને જમવાની વ્યવસ્થા નિષ્ઠા ફાઉન્ડેશન-વિવેકાનંદ એકેડમી દ્વારા કરવામાં આવશે. દાતા શ્રી પાર્થ ગીરીશભાઈ ધાંધલ્યા અને વિવેકાનંદ એકેડમી દ્વારા બાળકો માટે શૈક્ષણિક કીટ અને રમકડાના આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેન્દ્ર પંડયા દ્વારા કરવામાં આવ્યું. આ સ્નેહમિલન સફળ બનાવવા માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ઘનશ્યામભાઈ, કલ્પેશભાઈ, પરેશભાઈ, સંજયભાઈ, રાહુલભાઈ, ગૌતમભાઈ અને ડૉ. રાજેન્દ્ર ભાઈ વગેરેએ જહેમત ઉઠાવી. છેલ્લે સ્વરુચિ ભોજન લઇ વિદાય થયા.
“આપણે સાથે છીએ તો બધું જ શક્ય છે”
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ