Icon
Icon
Icon

આપનું સ્વાગત છે

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||

ઇમેઇલ

support@dashapaliwal.com

મોબાઇલ નંબર

+૯૧ ૭૮૭૪૪ ૬૨૪૨૪

13118

મુલાકાતીઓ

527
+

વપરાશકર્તાઓ

16
+

દાન કરેલ

80
+

ગામો

પાલીવાલ સમુદાય

પૂર્વભૂમિકા / પાલીવાલ બ્રાહ્મણોની ઉત્પત્તિ પાલીવાલ બ્રાહ્મણોનો ઇતિહાસ વિક્રમ સંવત 534 થી પ્રારંભ થાય છે. એક કથન અનુસાર રાજા જનમેજય યજ્ઞ કરવા માટે આશરે 1500 જેટલા બ્રાહ્મણોને બોલાવેલા અને યજ્ઞ બાદ તે દરેકને એક-એક ગામ ભેટમાં આપેલ જે પ્રદેશમાં આ લોકોને ગામો આપેલા તે પ્રદેશ વિંધ્યાચલ પર્વતની ઉત્તર દિશાએ આવેલ ગૌડ પ્રદેશ તરીકે ઓળખાતો. વખત જતા આ બ્રાહ્મણો ગૌડ બ્રાહ્માણી તરીકે ઓળખ
વધુ વાંચો

મુખ્ય શુભેચ્છક

મહિનાના દાતાઓ

course image
ભુરાભાઈ ભવાનભાઈ રમણા

કુંઢડા નિવાસી હાલ:- ભરત નગર - ભાવનગર, નિવાસી સ્વ. ભુરાભાઈ ભવાનભાઈ રમણા ઉંમર વર્ષ:- ૯૨, તારીખ:- ૧૯/૦૩/૨૦૨૨ ને સવંત - ૨૦૭૮ ફાગણ વદ એકમ ને શનિવારના રોજ અવસાન પામેલ છે. તેઓ લાભશંકરભાઈ ભુરાભાઈ રમણા અને સિદ્ધાર્થભાઈ લાભશંકરભાઈ રમણા પરિવાર તરફથી તિથિ દાનમાં ૫૫૫૫/- તિથિ આજરોજ અર્પણ કરેલ છે જે જ્ઞાતિના આગેવાનો સ્વીકારવામાં મહેન્દ્રભાઈ બારૈયા - પ્રમુખશ્રી, જે. બી. જાની - મહા મંત્રીશ્રી, હુડાના પ્રમુખશ્રી વેણીભાઈ લાધવા, જગદીશભાઈ ધાંધલ્યા, શંકરભાઈ નાંદવા, નરેન્દ્રભાઈ જાની, ડાયાભાઈ નાંદવા, રમેશભાઈ બારૈયા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં તિથિદાન સ્વીકારેલ છે. દાન આપવા બદલ પાલીવાલ બ્રહ્મ સમાજ તેમને આવકારે છે.

course image
શાંતાબેન જેશંકરભાઈ ધાંધલ્યા

હાલ:- ભાવનગર, રાધેશ્યામ પાર્ક, બ્લોક નં:-૧૩- એ, ટોપ થ્રી લીલાસર્કલ ના રોડ પર નિવાસી (મુળ ગામ:- દિહોર ) ધાંધલ્યા શાંતાબેન જેશંકરભાઈ ઉંમર વર્ષ:- ૧૦૫, તારીખ:- ૦૪/૦૩/૨૦૨૫ ને સવંત - ૨૦૮૧ ફાગણ સુદ પાંચમ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેઓ સ્વ. જેશંકરભાઈ જીવનભાઈ ના ધર્મપત્ની થાય. તથા ધાંધલ્યા છગનભાઇ જેશંકરભાઈ તથા માવજીભાઈ તથા વાસુભાઈ (માધવ મરચા વાળા) તથા સ્વ. ઈશ્વરભાઈ તથા ઉજમબેન વેણીભાઈ જોષી (સથરા) તથા વિમળાબેન હિંમતભાઈ નાંદવા (નેસવડ) ના માતૃશ્રી થાય. એમના પરિવાર તરફથી તિથિ દાનમાં ૫૫૫૫/- તિથિ આજરોજ અર્પણ કરેલ છે જે જ્ઞાતિના આગેવાનો સ્વીકારવામાં મહેન્દ્રભાઈ બારૈયા - પ્રમુખશ્રી, જે. બી. જાની - મહા મંત્રીશ્રી, હુડાના પ્રમુખશ્રી વેણીભાઈ લાધવા, જગદીશભાઈ ધાંધલ્યા, હિમંતભાઈ જાની, નરેન્દ્રભાઈ જાની વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં તિથિદાન સ્વીકારેલ છે. દાન આપવા બદલ પાલીવાલ બ્રહ્મ સમાજ તેમને આવકારે છે.🙏💐🌹🌷🙏 ✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખ.

લોકોનો પ્રતિભાવ

જેરામભાઈ બી જાની-મહામંત્રી દશા પાલીવાલ બ્રાહ્મણ

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ની આજરોજ આ ડિજિટલ યુગમાં એક નવું સોપાન સર કરી રહ્યું છે આપણા સમાજની વેબસાઈટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તે તબક્કે આ વેબસાઈટનો જેને વિચાર આવ્યો અને એમાં સહભાગી બન્યા તેવા તમામ વ્યક્તિઓને ધન્ય છે અને તેમની અથાગ મહેનત અને સમાજ પ્રત્યેની કંઈક કરવાની ભાવનાને કારણે આ અદભુત કાર્ય શક્ય બન્યું છે આ વેબસાઈટ સમાજને ડિજિટલ યુગમાં ઘણી ઉપયોગી બની રહેશે આ સમાજના દરેક ભાઈ બહેનોને સમાજમાં થતી આગવી પ્રવૃત્તિઓ તથા સમાજ સાથે જોડાયેલી તમામ સામાજિક પ્રવૃત્તિઓ ટેકનોલોજીના માધ્યમથી સમાજ સુધી પહોંચશે તેવી શુભેચ્છા અને સમાજ તેમના યોગદાનને બિરદાવે છે ફરી આ વેબસાઈટ બનાવવામાં જે કોઈ સહભાગી બન્યા છે તે તમામને ખુબ ખુબ અભિનંદન આ વેબસાઈટના સમાજના તમામ ભાઈઓ અને બહેનો ઉપયોગ કરો તેવી અભિલાષા સહ...🙏

વધુ વાંચો
મહેન્દ્રભાઈ બી. બારૈયા - પ્રમુખ, શ્રી દશા પાલીવાલ

આત્મીય વ્હાલા ડીઝીટલ યુગના યુવાન મિત્રો દરેકને મારા પ્રસન્નતા સભર "જય દ્વારકાધીશ" 🙏 સમાજના વિકાસમાં સતત કટિબદ્ધ યુવાનોએ સમાજને ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી એક તાંતણે બાંધવા નિઃસ્વાર્થ ભાવે આપણાં સમાજની વેબસાઇટ બનાવીને પોતાની ભવ્ય કુશળતા સાબિતી કરી છે તેને હું સહર્ષ આવકારું છું. ડીજીટલ માધ્યમ એ આજના આ સમયની દરેકની તાતી જરૂરિયાત છે. પુરા દેશમાં અને વિદેશમાં આપણો સમાજ વસે છે અને પોતાના કાર્યક્ષેત્રથી સંકળાયેલ છે. આજે દરેક પાસે ટાઇમની મુશ્કેલી તે કોમન બાબત છે. સમાજમાં પ્રગતિનાં કેવા કેવા કાર્યો થાય છે, કેવાં નવા કાર્યોની જરૂરિયાત છે, સમાજના લોકો કેવા કાર્યક્ષેત્રમાં જોડાયેલ છે, ટૂંકમાં સમાજનો અરીસો એ આ વેબસાઈટ છે. સમાજના લોકો દરેક બાબતની જાણકારી તેમના ટાઈમે, તેમના સ્થળે, તેમની રીતે જોઈ શકવાનું આ દ્રઢ અને મજબૂત માધ્યમ બનશે તેની મને ખાત્રી છે. આ માધ્યમથી દરેક ભણેલ કે અભણ આ પોતાનું યોગદાન આપી અને આપણા સમાજની કારોબારી આ ક્ષેત્રે જે પણ સહકારની જરૂર પડશે તે માટે હંમેશ તત્પર રહેશે તેની ખાત્રી આપું છું. આ કાર્યમાં કાર્યશીલ દરેક યુવા મિત્રોને ફરીથી હૃદયથી આભાર સાથે શુભેચ્છા આપું છું. 🤝🙏 જય દ્વારકાધીશ..🕉️

વધુ વાંચો
પ. પૂ. સંત શ્રી સીતારામ બાપુ - મુ. અધેવાડા, તા. જી. ભાવનગર

શાસ્ત્રોમાં બ્રાહ્મણના ગુણ, કર્મ અને સ્વભાવનો ઉચિત નિર્દેશ કરવામાં આવ્યો છે. અને તે ગુણોને કારણે જ તેમને માન તેમજ ગૌરવ મળ્યું છે. બ્રાહ્મણનો પ્રથમ સંકલ્પ " અમે બ્રાહ્મણો રાષ્ટ્રને જાગૃત તેમજ જીવંત રાખીશું" આપણા સમાજમાં નવજીવનનો સંચાર કરતા રહેવું તેમ જ સમાજને કર્તવ્ય ધર્મ અપનાવતા રહેવા માટે જાગૃત રાખો અને બ્રહ્મ પરંપરાને ઉજ્જવળ બનાવી વિકસિત કરતી રહેવી.

વધુ વાંચો
અવનિ પંડ્યા જાની

આટલું સુંદર ડીઝીટલાઇઝેશન આપણી જ્ઞાતિ ને અર્પણ કરવા બદલ તમારો સૌનો આભાર ઘણા સમયથી આ વિચાર મનમાં હતો પરંતુ કોના સુધી આ વાત પહોંચાડવી અને કઈ રીતે કાર્ય કરવું તે કઈ સૂજતું નહોતું પરંતુ આજે આ સમાચાર વાંચ્યા અને ખૂબ જ આનંદ થયો કે હવે અત્યારના સમય પ્રમાણે આપણે સૌ પણ તેની સાથે ડીઝીટલાઈઝેશનથી ખૂબ સુંદર કામ કરીએ શકીશું.

વધુ વાંચો
ડૉ રાજેન્દ્ર પંડયા

સર્વ પ્રથમ તો આ વેબસાઈટ બનાવવા માટે નો જે વિચાર આવ્યો અને તેનો અમલ કરવામાં આવ્યો તે માટે ખુબ ખુબ અભિનંદન આજે સમાજમાં ખુબ જ ભાગદોડ છે. કોઈ પાસે સમય જ નથી કે એકબીજા સાથે સુખ-દુ:ખ ની વહેચણી કરી શકે. આવા સમયમાં આપણને આ એક નવું માધ્યમ મળ્યું છે કે જેનાથી આપણે એક બનીએ નેક બનીએ, સંગઠિત થઈએ, એક બીજાની નજીક આવીએ, પારિવારિક ભાવના વધે, સામાજિકિકરણ વધે. આપને સૌને આજે નહિ તો કાલે ડીજીટલ સાક્ષરતા તરફ આગળ વધવું જ પડશે. અન્યથા આપણી હાલત નોકિયાના ફોન જેવી થઇ જાશે. જેની દુનિયામાં કોઈ મુલ્ય જ નથી. એટલા માટે આપણે જાગ્યા ત્યારથી સવાર માનીને આધુનિકતા અને આપણી સંસ્કૃતિના સમન્વય એટલે આ આપણી વેબસાઈટ. જય પરશુરામ

વધુ વાંચો
Pandya Bhargavkumar Ashokbhai

"બહુ રત્ના વસુંધરા" જેવી રીતે પૃથ્વી રત્નોની ખાણ છે તેવી રીતે આપણો પાલીવાલ બ્રહ્મ સમાજ પણ રત્નોની ખાણ છે. અને આવા જ પાલીવાલના નવ યુવાન રત્નો ભગીરથ કાર્ય કરીને સમાજને કંઈક આપવાની ભાવના સાથે આવું સરસ મજાનું વેબસાઈટ રૂપી પ્લેટફોર્મ આપણને આપ્યું છે એમના માટે આ યુવા ટીમને જેટલા અભિનંદન સહ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આવો સાથે મળીને આ યુવાનોને પોતાના કાર્ય કરવાનો સંતોષ મળે એવી રીતે આ વેબસાઇટની પહેલીવાર બ્રહ્મ સમાજની એકતા અખંડિતતા અને વિકાસ નું પ્લેટફોર્મ બનાવીએ.

વધુ વાંચો
HASMUKH PANDYA

Thank you from the bottom of my heart for connecting the society with technology.. I am connected with graphics design so I know this work is very hard work.. You have created a very nice website. thank you

વધુ વાંચો
Er.Avinash Bhatt

#Finally, the wait is over, and my dream has finally come true...🥳🥳🥳! Huge congratulations to our incredible IT team on the successful launch of our new website and mobile application✨✨💥💥!Your dedication, expertise, and hard work have paid off, and we're absolutely thrilled with the result. This achievement showcases your team's exceptional collaboration, innovative spirit, and unwavering commitment to excellence. Well done..👏👏👏! May this milestone be a stepping stone to even greater accomplishments. Keep pushing boundaries, innovating, and making us proud....🫡🫡🫡!!!"* -Er. Avinash Bhatt[M.Tech IT] Advisory Consultant at IBM

વધુ વાંચો
મોહનભાઇ જે બારૈયા

આપે પાલીવાલ બ્રહ્મ સમાજ ની વેબસાઈટ બનાવી ને એક ઉત્તમ કાર્ય કરેલ છે. જ્ઞાતિ આપની ટીમ ને હર હંમેશ યાદ કરશે આપ સર્વ ને ખોબલે ખોબલે અભિનંદન.

વધુ વાંચો

આગામી ઇવેન્ટ્સ

14

Apr 2025
શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત

🕉️🌴🌹 શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત સમિતિ - ભાવનગર.🦚🏕️🎍 ⛱️🏘️કમીટીઓની યાદી⛱️🏘️ ચૈત્રવદી-૧ ને સોમવાર તા. ૧૪/૦૪/૨૦૨૫ - શિવકુંજ આશ્રમ, અધેવાડા. 🕉️ હિસાબ ભેટ દાન સ્વિકારનારશ્રીઓ:- (૧) શ્રી દુર્લભજીભાઈ છગનભાઈ પાલ (૨) શ્રી ભાનુભાઈ ભુપતભાઈ ભટ્ટ (૩) મહાશંકરભાઈ પરશોત્તમભાઈ પંડયા (૪) શ્રી રઘુભાઈ જેઠાભાઈ ધાંધલ્યા (૫) શ્રી બાબુભાઈ શામજીભાઈ જાની (૬) શ્રી અંબારામ

03

May 2025
પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025

⛱️💐🏕️ _પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫_🏠✈️🌴 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - પીપરલા દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા:- ૦૩/૦૫/૨૦૨૫ થી તા:- ૦૭/૦૫/૨૦૨૫ સુંધી કરવામાં આવેલ છે. તેમનો મેન્ સિદ્ધાંત યુવા વર્ગ સંગઠિત થાય અને સમાજ માં દરેક કાર્ય માટે ખંભેથી ખંભો મિલાવી હર એક કાર્યમાં સાથ અને સહકાર આપે તેવી પીપરલા ગામના યુવાનોની એક ટેલ છે. તો દરેક ગામ ના નવલોહિયા

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.