પ્રતિસાદની વિગત
પંડ્યા પરેશભાઈ જયશંકરભાઈ
તારીખ: Fri 15, August 2025
આપણા સમાજના લોકો દેશ-વિદેશમાં ફેલાયેલા છે અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત છે. સમયની મર્યાદાને કારણે દરેક માટે સમાજની ગતિવિધિઓથી માહિતગાર રહેવું મુશ્કેલ હોય છે. ત્યારે, આ એપ્લિકેશન આપણા સમાજનો એક ડિજિટલ અરીસો બનીને ઊભરી આવી છે. આ પ્લેટફોર્મ દ્વારા સમાજમાં થતા પ્રગતિશીલ કાર્યો, ભવિષ્યના નવા પ્રોજેક્ટ્સ, અને સમાજના લોકો કયા ક્ષેત્રે જોડાયેલા છે તેની સંપૂર્ણ જાણકારી એક જ સ્થળે ઉપલબ્ધ થશે. મને ખાતરી છે કે આ મજબૂત માધ્યમથી સમાજનો દરેક સભ્ય પોતાની અનુકૂળતા મુજબ, કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી આ માહિતી મેળવી શકશે. આ ડિજિટલ પહેલ દ્વારા સમાજનો દરેક ભણેલ કે અભણ સભ્ય પોતાનું યોગદાન આપી શકશે. સમાજની કારોબારી પણ આ ડિજિટલ કાર્યોમાં જરૂરી તમામ સહયોગ આપવા હંમેશા તત્પર રહેશે, તેવી હું ખાતરી આપું છું. આ ભવ્ય કાર્યને સફળ બનાવનાર તમામ યુવા મિત્રોને હું ફરી એકવાર હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.