ગં. સ્વ. મંજુલાબેન પ્રાણુભાઈ જોષીના નામે સરસ્વતી સહાયક ફંડમાં ૧ લાખ જેવી માતબર રકમનું દાન

ગં. સ્વ. મંજુલાબેન પ્રાણુભાઈ જોષીના નામે તેમની સુપુત્રી ચિ.કવિતા બેન અને તેમના સુપુત્ર અમન USA તરફથી રૂ. 100000. અંકે રૂપિયા એક લાખનું દાન આપવામાં આવ્યું છે.


કવિતાબેન જ્યારે જ્યારે દેશમાં પધારે છે ત્યારે સરસ્વતી સહાયક ફંડને અચૂક યાદ કરે છે. આ પહેલા પણ તેઓએ બે વખત 25000 -25000 હજાર રૂપિયા અને એક વખત ₹40,000 અર્પણ કર્યા હતા. હમણાં તેઓના પિતાશ્રી ડો .પ્રાણુભાઈ જીવરામભાઇ જોષીનું નિધન થતાં તેઓ ભારત પધાર્યા હતા. ભારત છોડતી વખતે તેઓએ સરસ્વતી સહાયક ફંડમાં રૂપિયા 100000, અંકે રૂપિયા એક લાખ જેવી માતબર રકમ અર્પણ કરી હતી. તેમના પિતાજીના સ્વર્ગવાસ વખતે પણ તેમના ભાઈઓ ડોક્ટર સમીરભાઈ જોષી તથા હિમેનભાઈ તરફથી ₹51,000 અર્પણ કર્યા હતા.


વિદેશમાં રહીને પણ આર્થિક અગવડવાળા વિદ્યાર્થીની ચિંતા કરવા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન. આશા છે તેઓના હાથે આ જ રીતે જ્ઞાતિના કામો થતા રહેશે.

ધન્યવાદ.

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.