શિવાંશુ બારૈયા એ નેશનલ ગેમેથોન 1.0 માં રચ્યો ઈતિહાસ

ગુજરાતનુ અને પાલીવાલ બ્રહ્મ સમાજ નું ગૌરવ: શિવાંશું બારૈયાએ નેશનલ ગેમેથોન 1.0 માં રચ્યો ઇતિહાસ!
VIT Chennai ના પ્રથમ વર્ષના AIML વિદ્યાર્થીએ ટીમ Crictacklers સાથે હાસિલ કર્યો ઐતિહાસિક ત્રીજો ક્રમ અને જીત્યા ₹5,00,000 નો ઇનામ
ગુજરાત માટે ગૌરવના પળમાં, VIT Chennai માં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ (AIML) અભ્યાસ કરતા પ્રથમ વર્ષના B.Tech વિધાર્થી શિવાંશુ વિપુલકુમાર બારૈયા એ નેશનલ ગેમેથોન 1.0 માં ત્રીજો ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો છે. Federation of Indian Fantasy Sports (FIFS) દ્વારા આયોજિત અને Dream11 દ્વારા પાવરડ ગેમેથોનમાં દેશભરના ટોપ ટેક માઈન્ડ્સ એકત્ર થયા હતા, જ્યાં શ્રેષ્ઠ ફેન્ટસી સ્પોર્ટ્સ મોડલ્સ વિકસાવવા માટે હરીફાઈ થઈ.
PGVCL કર્મચારી વિપુલ એન. બારૈયા અને મનિષા વી. બારૈયા ના પુત્ર તથા મિલન ત્રિવેદી ના ભાણિજ શિવાંશુ એ Crictacklers ટીમ ને પોડિયમ ફિનિશ સુધી પહોંચાડી ગુજરાતના યુવા ટેક ટેલેન્ટનો ગૌરવ વધાર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટેના ફેન્ટસી ક્રિકેટ ટીમ સિલેક્શન માટેના તેમના AIML મોડલ એ જજીસને પ્રભાવિત કર્યું અને VIT Chennai ને દેશના ટોચના ત્રણ સંસ્થાઓમાં સ્થાન અપાવ્યું.
આ હરીફાઈ અત્યંત ચુસ્ત હતી જે 19 ફેબ્રુઆરી થી 9 માર્ચ સુધી ચાલી, જેમાં IIT Bombay પ્રથમ અને IIT Hyderabad બીજા ક્રમે રહ્યા. તેમ છતાં, શિવાંશુ એ પોતાની નૌસંદી AI-ML ઇનોવેશન અને ટેક્નિકલ કુશળતા દ્વારા VIT Chennai ને દેશના શ્રેષ્ઠ ટેક દિગ્ગજો સામે મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભું કરી ને ત્રીજું સ્થાન અપાવ્યું.
શિવાંશુએ AI-ML મોડલ ડેવલપ કર્યું હતું, જ્યારે તેમના ટીમમેટ શ્રેયસે (Cricket Analytics) દ્વારા ઇન-ડેપ્થ એનાલિસિસ કરીને સિસ્ટમની એક્યુરસી વધારી. બંનેના સહકાર દ્વારા એક ઈન્ટેલિજન્ટ અને ડેટા-ડ્રિવન મોડલ વિકસાવાયું, જે રિયલ-ટાઈમ સ્ટેટિસ્ટિક્સ, પિચ કન્ડીશન્સ અને પ્લેયર પર્ફોર્મન્સ ટ્રેન્ડ્સ ના આધારે શ્રેષ્ઠ ફેન્ટસી 11 પ્લેયર્સની પસંદગી કરવામાં સક્ષમ છે.
FIFS ના ડિરેક્ટર જનરલ જોય ભટ્ટાચાર્ય દ્વારા સત્તાવાર રીતે પરિણામો જાહેર કરાયા હતા. ફાઈનલ રાઉન્ડમાં દેશભરના ટોચના યુવા ટેક બુદ્ધિજીવીઓ વચ્ચે સખત હરીફાઈ જોવા મળી. શિવાંશુ ની આ ઐતિહાસિક સિદ્ધિ માટે તેમને અને તેમની ટીમ ને WAVES Summit 2025 માં સન્માનિત કરવામાં આવશે, જે ભારતના શ્રેષ્ઠ યુવા ઇનોવેટર્સ માટેનું પ્રતિષ્ઠિત સન્માન છે.
શિવાંશુ એ તેમનું પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ભાવનગર ની અમરજ્યોતી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ (ICSE/ISC) બોર્ડ માં થી પ્રાપ્ત કર્યું છે.
આ વિજયે ગુજરાતના શૈક્ષણિક અને ટેક વર્તુળોમાં આનંદનું મોજું ફેલાવ્યું છે, અને પ્રથમ વર્ષમાં જ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. AIML અને સ્પોર્ટ્સ એનાલિટિક્સ ક્ષેત્રમાં તેમના ભવિષ્ય માટે આ સિદ્ધિ એક મજબૂત પાયો સાબિત થશે.
🔗 સત્તાવાર પરિણામો અને વધુ વિગતો માટે મુલાકાત લો: www.fifsgameathon.in/gameathon-1
એક યુવા પાયોનીર તરીકે, શિવાંશુ બારૈયાએ ગુજરાતનું નામ રાષ્ટ્રીય ટેક નકશા પર મૂક્યું છે અને તેમની ભવિષ્યની સફર તેજસ્વી છે!