અખિલ ભારતીય પાલીવાલ બ્રાહ્મણ સંઘ: ગુજરાત ઉપાધ્યક્ષ- શ્રી લક્ષ્મણભાઈ પંડ્યા ની વરણી કરવામાં આવી

અખિલ ભારતીય પાલીવાલ બ્રાહ્મણ સંઘની જનરલ મીટીંગ તા.૧૩.૦૪.૨૦૨૫ નાં રોજ સોનીપત (હરિયાણા) ખાતે મળેલ જેમાં ત્રણ વર્ષ માટે નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવેલ જેમાં આ વખતે હરિયાણા નો વારો હોવાથી હરિયાણાના ફરીદાબાદના ઉદ્યોગપતિ
*શ્રી ઓમપ્રકાશજી પાલીવાલ -અધ્યક્ષ* .
*મનોહરજી પાલીવાલ* (સોનીપત)- *મહામંત્રી* . *મનોજજી પાલીવાલ* (પાનીપત) - *કોષાધ્યક્ષ* તેમજ દરેક પ્રાંતમાંથી એક ઉપાધ્યક્ષ અને મંત્રીની નિમણૂક કરવામાં આવે છે જેમાં ગુજરાતમાંથી *ઉપાધ્યક્ષ* ના પદ પર *ટીમાણા ના શ્રી લક્ષ્મણભાઈ પંડ્યા* અને *મંત્રી* પદે *સુરતના શ્રી કનૈયાલાલજી પાલીવાલ* ની વરણી કરવામાં આવી. નવનિર્વાચિત કારોબારી ને ખૂબ ખૂબ અભિનંદન. આ મિટિંગમાં ગુજરાત માં થી અખિલ ભારતીય પાલીવાલ બ્રાહ્મણ યુવા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પંડ્યા, નિવૃત્ત મામલતદાર શ્રી ડી સી પાલ સાહેબ, પલ્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ભાવનગર અને રાજકોટ ના શ્રી કાંતિભાઈ બારૈયા, નિવૃત્ત વહીવટી અધિકારી (આરોગ્ય) શ્રી સી.એચ.ભટ્ટ સાહેબ , ટિમાણા પ્રા. શાળા ના પૂર્વ આચાર્ય શ્રી જીવરામભાઈ પંડ્યા, અ.ભા.પા.બ્રા.સંઘ ના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી મનોજભાઈ જોશી(ભૂજ), નિરમા યુનિવર્સિટી અમદાવાદ ના પ્રાધ્યાપક શ્રી ડૉ ઉદયલાલજી હાજર રહ્યા હતા.