
આજકાલ ટેકનોલોજીનો યુગ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો આંધળું અનુકરણ કરતો આભાસી અને ભૌતિક ક્ષણિક આનંદ આપતો યુગ છે. આ સમયે લોકોમાં વિભક્ત કુટુંબનો ભાવ થાય એ સહજ છે. પરંતુ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, અને આપણા સનાતન ધર્મમાં પણ આ ભાવ ઉજાગર થતો હોય એવું સ્પષ્ટ જોવા મળે છે. આ ઝડપી યુગમાં બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા યજ્ઞ, કર્મકાંડ, સંસ્કાર, અને રીત રિવાજ ધીરે ધીરે ભુલાતા જાય એવું લાગે છે આ વાતને ગંભીરતાથી લઈને મને એક વિચાર આવે છે કે આવતા શ્રાવણ માસમાં બદલવામાં આવતી યજ્ઞોપવિત, સામૂહિક યજ્ઞોપવિત પરિવર્તન કાર્યક્રમ રાખી ઉજવી શકાય ખરી?
વિસરાઈ રહેલ ભારતીય પરંપરામાં ભૂદેવ, બ્રાહ્મણો દ્વારા બદલવામાં આવતી યજ્ઞોપવિત ક્રિયા પણ સમાજમાં વિસરાતી જાય એવું લાગે છે. આ વાતને ખોટી સાબિત કરતા પીપરલા/સુરત માં સમસ્ત દશા પરિવાર બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત પરિવર્તનમ કાર્ય ગોઠવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવતા શ્રાવણ માસની પૂર્ણિમા સાથે સાથે યોગ્ય મુહૂર્ત ને ધ્યાનમાં રાખીને આવી જ રીતે સામૂહિક યજ્ઞોપવિત પરિવર્તન કાર્યક્રમ કરવો જોઈએ. આથી યુવાનો અને બાળકોમાં ભુલાઈ રહેલી સનાતન ધર્મની પરંપરા, ઉત્કૃષ્ટ બ્રાહ્મણ ની વિચારધારા ફરી ઉજાગર કરવા માટે શાસ્ત્રોત રીતે સામૂહિક યજ્ઞોપવિત પરિવર્તન કાર્યક્રમ ગોઠવવો જોઈએ. જેમાં જીર્ણોપવિત વિસર્જનમ તથા યજ્ઞોપવિત ધારણમ ના વિશિષ્ટ પ્રાવધાન હોય છે આપણા પૂર્વજો દ્વારા આપેલા બલિદાન ને આપણે ક્યારેય ભૂલી શકતા નથી પરંતુ આ સાથે સાથે એમને આ દિવસે યાદ કરીને સામૂહિક રીતે શ્રદ્ધાંજલિ પણ આપી શકાય છે તળાજા તાલુકાના પીપરલા ગામે તથા સુરત મુકામે આયોજિત કરવામાં આવેલા ગત વર્ષે સામૂહિક ભવ્ય કાર્યક્રમની નોંધ લેવા જેવી છે. આ કાર્યક્રમ સમગ્ર ગામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે સામૂહિક રીતે શાસ્ત્રોક્ત પ્રણાલી સાથે થાય એવો મારો વિચાર રજુ કરું છું.
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ