ઝાડાને તરત જ દવા લઈને રોકશો તો શું થશે?

જ્યારે ખોરાક સારી રીતે પચતો નથી અને છતાં આપણે વધારે ખાઈએ છીએ, ત્યારે તે ખોરાક શરીરમાં બગડી જાય છે. શરીરમાં ભરાયેલા દોષોના કારણે આ ખોરાક સડી જાય છે.


આ ખરાબ ખોરાક લોહીમાં ન જાય તે માટે શરીર તેને બહાર કાઢવાની વ્યવસ્થા કરે છે, જેને આપણે “દસ્ત ( ઝાડા )” કહીએ છીએ. જ્યારે આ ખરાબ થયેલ ખોરાક શરીરમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે સામાન્ય રીતે દસ્ત એક-બે દિવસમાં આપોઆપ બંધ થઈ જાય છે.


પરંતુ જો આપણે શરીરની આ સ્વાભાવિક પ્રક્રિયાને અવગણીને દવા લઈને દસ્ત બળજબરીથી રોકીએ, તો આ ખરાબ પદાર્થ શરીરમાં જ રહી જાય છે અને તેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.


આયુર્વેદમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે:

“विबध्यमानाः प्राक् दोषा जनयन्ति आमयान् बहून् ।

दण्डक अलसक आध्मान ग्रहणी अर्शोगदाः तथा।।

शोथ पाण्ड्वामय प्लीह कुष्ठ गुल्मो उदर ज्वरान् ।

तस्मात् उपेक्षेता उत्क्लिष्टान् वर्तमानान् स्वयं मलान्।।

> ચરક સંહિતા – ચિકિત્સા સ્થાન – અતિસાર ચિકિત્સિત ૧૯/૧૫-૧૬


ઉપરોક્ત શ્લોક નો અર્થ એ થાય છે કે ઝાડાને જોરથી રોકવાથી મળ કઠણ થઈને “દંડક” જેવી સ્થિતિ બને છે. ખોરાક ઉપર કે નીચે જતો નથી અને તેના કારણે નીચેના ગંભીર રોગ થાય છે:


✔ દંડક, અલસક, આફરો ચડવો 

✔ ગ્રહણી (IBS), અર્શ (પાઈલ્સ)

✔ શરીરમાં સોજો

✔ કમળો , સ્પ્લીન અને લીવરનાં રોગ

✔ ચામડીના રોગ, ગુલ્મ ,ઉદર રોગો


જો ખરાબ ખોરાક લોહીમાં મિશ્રિત થઈ જાય તો શરીરમાં સોજો, કમજોરી, કમળો , લીવર-સ્પ્લીનના રોગ, ચામડીના રોગ અને ગંભીર પેટના રોગો થઈ શકે છે.

---


શું ખાવું?


✔ હળવું, પચવામાં સરળ ખોરાક (મગની ખીચડી, દળીયા, સૂપ)

✔ ઉકળેલું સુંઠ નું પાણી અથવા હૂંફાળું પાણી

✔ દાડમ , મસૂરની દાળ , બકરીનું દૂધ


શું ન ખાવું?


✘ તેલિયું, મસાલેદાર અને ભારે ખાવાનું

✘ બહારનું ફાસ્ટ ફૂડ

✘ દવા લઈને દસ્ત રોકવો

✘ બરફનું પાણી અને ઠંડા પીણાં


---


👉 યાદ રાખો:

જો દસ્ત એક-બે દિવસમાં બંધ ન થાય અને નબળાઈ લાગે, તો સરકારથી માન્યતા પ્રાપ્ત, ડિગ્રી ધરાવતા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


દસ્ત શરીરની સફાઈની પ્રાકૃતિક પ્રક્રિયા છે. તેને રોકશો નહીં – કારણ શોધો અને યોગ્ય ઉપચાર કરો.


વૈદ્ય નિરવ બારૈયા - MD Ayu. , BAMS (GAU)

9377878740

Written By:
Nirav Baraiya
ટિપ્પણીઓ
3 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.