હિન્દુ લગ્ન વિધિ સમજ - બાબુલાલ એસ. જાની (દિહોર)

 આપણા હિન્દુ સમાજમાં  લગ્ન વિધિમાં  જે  ક્રિયાઓ  થાય છે  તે શાસ્ત્ર  માન્ય  કેટલી છે  અને પરંપરાથી સમજ્યા  વગર  જે રહી છે   તે  અંગે  થોડું જાણીએ. 


        ઉકરડી: આ ઉકરડીનો ઉલ્લેખ લગ્ન વિધિમાં કયાંય છે જ નહી. આ એક એક લોકાચાર  છે જે લગ્નવિધિમા લોકો દ્રારા ઉમેરવામાં આવ્યો છે.  લગ્ન પહેલા બહેનો ઘરની બહાર  એક નિયત  કરેલા સ્થાન ઉપર  ઉકરડીનુ સ્થાપન કરે.
બહેનો દ્વારા ત્યાં  સ્વસ્તિક કરી  મુલાકાત  દીવો પ્રગટાવી  ગીતો ગવાતા અને ઉકરડીનું સ્થાપન કરવામાં આવતુ. જયા લગ્ન પ્રસંગનો તમામ કચરો નાખવામા આવતો. લગ્ન પુરા થાય એટલે એજ  ઉકરડીને જગાડવામાં આવતી. મતલબ લગ્ન  દરમિયાન જે કચરો ત્યા ભેગો થયો હોય અથવા કચરો સાફ કરવામાં ભેગા ચાલ્યા ગયા હોય તો તે  ઉકરડીમાંથી પાછા મળી જાય  કેમકે લગ્નના પ્રસંગે  બધો કચરો ઉકરડીમાં જ નાખવામાં આવતો.


         સિંદૂર-મંગળ સૂત્ર : વર છે તેકન્યાના  સિંદૂર કે   કંકુ પૂરે છે.  સિંદુર અને કંકુ  સોભાગ્યની નિશાની છે  અને  શુકનવંત  પણ છે. ત્યાર બાદ વર છે તે છે કન્યાને  મંગળસૂત્ર પહેરાવે  છે  જેવી રીતે મંગળસૂત્રમાં મોતી પરોવેલા હોય છે તેમ કન્યા હવે પોતાના પતિના ઘર અને પરિવારમા પોતાનુ મન પરોવી અને પોતાના પતિના  લાંબા  આયુષ્યની કામના  કરે છે  એવું  મંગળસૂત્ર સૂચવે છે.

         પૈડુ સીચવું : કન્યા વિદાય સમયે કન્યાના માતા પૈડુ સીચે મતલબ કે પૈડાની પૂજા કરે અને પૈડા દ્રારા શ્રીફળને ફોડવામાં આવે અને શ્રીફળ કન્યાને આપવામાં આવે છે. કેમકે પેહલાના જમાનામા બળદ ગાડામાં જાન જતી હતી તો
ક્ન્યાને તરસ લાગે તો શરમને લીધે કોઈને કહી ન શક્તી તો એ  શ્રીફળ ખાઈ લે અને તરસ છીપાવાતી. આવો મા દિકરીનો પ્રેમ છે અને શ્રીફળ ફોડવાનું બીજુ કારણ એ છે દીકરી અને. આખી જાન નિર્વિધ્ને પોતાના ઘર સુધી પહોંચી જાય એવી મ્નગળ કામના.          

         સૌભાગ્ય : વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી બે બહેનો કન્યાના ખોળામાં મગ આપે અને કન્યાના કાનમાં બોલ છે  કૃષ્ણ રુક્ષ્મણીનુ સૌભાગ્ય, શિવ પાર્વતીનું સૌભાગ્ય, બ્રહમા સાવિત્રીનુ સૌભાગ્ય, ઈન્દ્ર-ઈનદ્રાણીનું સૌભાગ્ય. આનો અર્થ એવો થાય કે જેવી રીતે આ દેવતાઓની પત્નીઓ સૌભાગ્યવતી છે એવી જ રીતે આ કન્યા પણ કાયમ સોભાગ્યતી જ રહે. સૌભાગ્યનો અર્થ સારૂં અને ઉજજવળ ભાગ્ય (ભવિષ્ય) કરી શકાય.

            મા માર્ટ : સાચો શબ્દ માં માટલું છે. એક માટલામાં કન્યાના માતા ધન, ઘાન્ય, ફળ, મીઠાઈ, સવા રૂપિયો નાખી ને તે માટલા ઉપર લીલુ વસ્ત્ર બાંધીને કન્યાને આપે છે. અને એવી કામના કરે કે મારી દીકરીના પરિવારમાં આવી.
વસ્તુની કયારેય કમીના આવે તેનો પરિવાર કાયમ સુખી અને સમૃધ્ધ રહે. આવો માનો પોતાની દીકરી પ્રત્યેનો પ્રેમ છે. એટલે જ તેને મા માટલું (મા માટ) કહેવામાં આવે છે.            
 

           સપ્તપદી : લગ્ન મંડપમાં ક્ન્યા પોતાના પતિને સાત વચન આપે છે જેન સપ્તપદી કહેવામાં આવે છે. ૧. કન્યા કહે છે ગયા જન્મના અને આ જન્મમાં કરેલા વ્રતના પૂણ્યના પ્રભાવે તમે મને પત્તિ તરીકે મળ્યા છો. હું તમારા લાંબા
આયુષ્યની કામના કરીશ અને સૌભાગ્યના શણગાર, ધારણ કરીશ. ૨. કન્યા કહે છે તમારા ઘરના બાળકથી માંડી દરેક વ્યક્તિની સાર સાંભાળ રાખવી એ મારી જવાબદારી રહે છે. ૩. કન્યા કહે છે આજથી હું તમારા અને તામરા ઘરની મર્યાદાનું પાલન કરીશ. ૪. કન્યા કહે છે આજથી હું તમને મન, વચન, કર્મથી સાથ સહકાર આપીશ. પ. કન્યા કહે છે આજથી તમારા સુખ દુઃખની હું ભાગીદારી બનીશ. ૬. કન્યા કહે છે હું તમને કયારેય છેતરીશ નહી અને તમારાથી કયારેય
છેતરાઈશ નહી હું મારી ફરજ નિભાવીશ. ૭. કન્‍યા કહે છે તમારા ધર્મમાં તમારી સાથે રહીશ, પરંતુ તમારા અધર્મમાં તમારી સાથે નહીં રહુ.             

           મંગળ ફેરા : હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે લગ્નના ચાર ફેરા હોય છે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતિક છે. ચાર ફેરામાં ત્રણ ' વખત વર આગળ હોય છે. અને ચોથા ફેરા વખતે કન્યા આગળ હોય છે. કેમકે ધર્મનું પાલન અર્થ 
એટલે પૈસા કમાવવા, કામ એટલે વંશ, વૃધ્ધિ  કરવી આપ પુરૂષનું દાયિત્વ છે. આમા પુરૂષને  સહાયક બનવું એ સ્ત્રીનું દાયિત્વ છે. ધર્મ, અર્થ, કામ આ ત્રણ પુરૂષથી સિધ્ધ થાય તો મોક્ષ આપો  આપ મળી જાય છે.મોક્ષનાં ફેરામાં કન્યા આગળ  થવાનું એટલા માટે કહે છે કે પોતે પોતાના પતિની  હાજરીમાં એટલે કે સૌભાગ્યવતી રહીને જ મોક્ષ મેળવે છે.              

           કંસાર : મંગળ ફેરા પછી વર કન્યા કંસાર આરોગ છે. જે બતાવે છે સંસાર પણ ક્યારેક મીઠો તો ક્યારેક કડવો લાગશે પણ જો વર-કન્‍યાના વિચાર એક હશે તો મનભેદ અને મતભેદ નહીં થાય એટલા માટે કંસાર આરોગવામાં
આવે છે.
            
છેડા-છેડી (હસ્ત મેળાપ) : વર કન્યા લગ્ન મંડપમાં આવી ગયા બાદ કન્યાના માતા- પિતા વર-કન્યાની છેડા છેડી બાંધે છે જે સૂચવે છે કે હવે વર-કન્‍યાએ અલગ નથી. બંને એક જ છે હવે વર-કન્યાએ દંપતી છે (હસ્ત મેળાપ). ત્યાર બાદ કન્યાના માતા-પિતા કન્યાદાનનો સંકલ્પ કરી કન્યાનો હાથ-વરના હાથમાં આપે છે. અહીંયા ખાલી વર-કન્યાના હાથ નથી મળ્યા પરંતુ બે પરિવાર એક થયા. વિચારધારા એક થઈ. જીવનમાં , સુખ-દુઃખમાં એકબીજાનો હાથ પકડીને સંસારનો રથ ચલાવવો એજ સાચો હસ્તમેળાપ છે.         

           વરમાળા : વરમાળા પેહરાવવી - વર કન્યા એકબીજાનું સ્વાગત અને સનમાન કરે છે. ખરા અર્થમાં તો હૈયાના હાર એક કરવાની વાત છે. અત્યારના સમયમાં તો વર-કન્યા વરમાળા પેહરાવતી વખતે મજાક મસ્તી કરી વરમાળા અને એક બીજાનું સન્માનને બદલે અપમાન કરતા હોય તેવું લાગે છે. આ પ્રસંગે આમ ન થવું જોઈએ.
            
સંપૂટ : વર પોખાઈ ગયા પછી પોતાના જમણા પગથી સંપુટને ભાંગે છે એનો ભાવ એવો છે કે વર પોતાના સાસુને કહે છે કે તમારી વાત હું સમજી ગયો છું. હવે મારી એકલાની ઈચ્છા મુજબ નહીં ચાલુ, મારા અભિમાનનો હું ભાંગીને ભુક્કો કરૂ છું. હવેથી સમારા બંનેના અરમાનો આશાઓ એક જ હશે.           

             સામેયું - પોખણું : વર જયારે માંડવે આવે ત્યારે કુંવારી કન્યાઓ દ્વારા તેનું સામેયું કરવામાં આવે છે. એટલે સ્વાગત કરવામાં આવે છે. કેમકે વર કોઈ સામાન્ય પુરૂષ નથી. પરંતુ તે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. વર જયારે
માંડવે આવે છે ત્યારે કન્યાના માતા વરને પોંખે છે. પોખણામાં મુશળ, રવૈયો, ઘુસરી અને ભરાક હોય છે. જે લાકડાના બનેલા હોય છે. રવૈયો માખણ કાઢવા માટે જેમ રવૈયાની મંથન કરવું પડે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંઘન કરી પ્રેમનું દોહન કરવું તે સૂચવે છે. મૂશળ: અતિ વાસનાને મુશળ રૂપી મર્યાદાથી ખાંડીને પ્રેમ પ્રગટ કરાવે તે મુશળ સૂચવે છે. ઘુસરી : સંસાર રૂપી રથના પતિ-પત્ની બંને ચાલક છે. આ રથને શીલ અને મર્યાદાના રસગ ઉપર એકબીજાના સહકારથી ચલાવવાનો એવું ધુસરી સૂચવે. તરાક : લગ્ન જીવન રેટીયા જેવું છે. પતિ-પત્ની રેટિયાના ચક્ર છે જે પ્રેમની દોરીથી તરાક સાથે બંધાયેલા રહે અને ધર્મમાં રમતા એટલે કે ફરતા રહે છે. એમાંથી સ્નેહરૂપી સુતર નીકળે આવું તારક સૂચવે છે.

            માણેક સ્તંભ : મંડપ રોપવા સમયે માણેક સ્તંભની પૂજા થાય છે. માણેક સ્તંભ એ બ્રહમાજીનું સ્વરૂપ છે. માણેક સ્તંભની પૂજા કરીને બ્રહ્માજીની એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ચોરચ દિશાએથી અમારી કાયમ માટે રક્ષા કરજો.       

           વરઘોડો : અત્યારે લગ્નમાં વરઘોડો એ  ફેશન બની ગયો છે. ખરા અર્થમાં વરઘોડો એટલે વરે પોતાના મનફરુપી ઘોડાને વશમાં કરવાનો છે.  ઈન્દ્રિયોને લગામ રાખવાની છે. લગ્નના દિવસે કામ,ક્રોધ, લોભ, મોહ, અભિમાનરૂપી ઘોડાને  કાબુમાં રાખવા એનું નામ વરઘોડો.


           લગ્ન સંસ્કાર : હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર એમાનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. બે વિજાતીય દેહનું જોડાણ જ નહીં પણ બે મનનું જોડાણ. બે વિચારધારા ભેગી થાય એમાંથી પ્રેમ  પ્રગટ થાય આત્મીયતા વધે. અંદરના આંતરિક  સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એજ લગ્ન છે. લગ્ન એ સંસ્કાર છે. ફેશન કે દેખાડો કરવાનો પ્રસંગ નથી.
       

             પીઠી : મિત્રો અત્યારની જેમ પહેલા બ્યુટી પાર્લર ન હતા ત્યારે વર-કન્યા ને પીઠી  લગાવવામાં આવતી. પીઠી એટલે હળદર, મધ, દૂધ જેવી વસ્તુઓ જે કુદરતી રીતે સૌંદર્ય આપનાર છે.  અત્યારે તો બ્યુટી પાર્લર આવી ગયા હોવાથી પીઠી મધ એક ફોરમાલીટી બનાવી દેવાઈ છે. ઘણા કહેતા હોય છે ખાલી શુકન કરી દયો ચાલશે.
         

           મીંઢોળ : લગ્ન સમયે વર-કન્યાના હાથમાં મીંઢોળ બાંધવામાં આવે છે. હાથની મુખ્ય નાડી ઉપર મીંઢોળ બાંધવાથી રોમ છીદ્રમાં રહેલ ઝેરી પદાર્થો દૂર થાય છે અને વર-કન્યાને લગ્ન સમયે શરીરમાં કોઈ વિકાર નથી આવતા કેમકે
લગ્ન એ એક પવિત્ર સંસ્કાર છે. બીજી એક માન્યતા અનુસાર વર-કન્યાને થાકના લીધે ઘણીવાર મૂર્છીત થઈ જાય તો મીંઢોળ ઘસી તેનું જળ કન્યાને પીવડાવવામાં આવે છે. તેથી ભાનમાં આવી જાય છે મીંઢોળ ઔષધનું કામ કરે છે....
અસ્તુ...

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.