"નોકર નહીં, કંપનીના માલિક બનો"‌‌- ભાણજીભાઈ ડી.જાળેલા (ત્રાપજ)

સુજ્ઞ જ્ઞાતબંધુઓ,
                        આપણે સો જાણીએ છીએ કે ખેતીમાં આજથી  ૪૦-૫૦ વર્ષ પહેલા ભાગીયાનો  મહેનતનો છઠ્ઠો ભાગ ચાલતો હતો તે આજે ત્રીજા ભાગે રાખવા કોઈ તૈયાર નથી . અને રાખીએ તોભાગીયાની સાથે કામમાં ઉભા રહેવા ઉપરાંત ચા- પાણી વિગેરે સેવા પણ આપણે કરવી પડે. તેનું કારણ એ છે કે શહેરમાં મજુરો ઓછી મહેનતે અથવા આરામથી ખેતી કરતા વધુ કમાય છે. આ પરિસ્થિતિ તેની મેળે સુધરવાની નથી. કારણ કે મજૂર કંઈ નવા પેદા થવાના નથી કે જેથી તેની અછત ઓછી થાય. જો આપણી જ નવી પેઢી ખેતીમાં કામ કરવા માંગતી ન હોય તો આપણે બીજને (મુજરોને) કંઈ કહી શકીએ નહીં.

                         આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ખેતીને સમૃધ્ધ બનાવવાનો ઉપાય સરકાર દ્રારા તૈયાર કરેલ છે. અને એ  છે  "ફાર્મર  પ્રોડ્યુસર  કંપની" ઉભી કરીને સામુદાયિક ધોરણે ખેતીમાં  વાવેતરથી થી  માંડીને લણણી  ઉપરાંત ગ્રેડિંગ,પેકિંગ,પ્રોસેસિંગ કરીને વેચાણ એટલે માર્કેટીંગ પણ ખેડૂતો દ્વારાજ થાય તેવી યોજના અમલમાં મુકેલ છે. આ  યોજના નીચે દેશમાં હજારો કંપનીઓ સારામાં સારૂં કામ કરે છે અને ખેડૂતોને સારામાં સારૂં વળતર પણ મળે છે.  આ યોજના કંપનીના લો મુજબ કંપનીની  નોંધણી કરાવવાની હોય છે. અને તેમાં કંપનીને  નફો કરવાનો હેતુ હોય છે. જયારે સહકારી  કાયદામાં સેવા કરવાનો ઉદ્દેશ્ય હોય છે. એક  વિસ્‍તારમાં એક હેતુ માટેની એક જ સહકારી મંડળી રજીસ્‍ટર થઈ શકે પરંતુ કંપની લો માં એવું નથી. 
તેવી જ રીતે સહકારી મંડળીમાં કોઈને સભ્ય બનવાની  ના પાડી  શકાતી નથી જ્યારે  કંપની લો માં  એવું નથી.  ઉપરાંત કંપની રજીસ્‍ટ્રેશન પછી ત્રણ વર્ષ સુધી ઓફીસ ચલાવવાનો ખર્ચ તેમજ સી.ઈ.ઓ.નો પગાર સરકાર ચૂકવે છે. આ માટે ત્રણ વર્ષનાં રૂ. ૧૮ લાખની ગ્રાન્ટ સરકાર આપે છે. આ ઉપરાંત કંપનીના સભ્યો જેટલી રકમના શેર ખરીદે તેટલા જ રકમનાં શેર સરકાર સભ્યના નામે ખરીદે છે. જેનું ડીવીડન્ડ, બોનસ વિગેરે જે તે સભ્યને મળે છે. અને કંપનીની શેર મુડી ઉભી થતા કંપની સારી રીતે ધંધો કરી શકે. ઘંઘા માટે બે કરોડ સુધીની લોન જામીનગીરી વગર મળે છે. આમ કંપનીને ઘંઘો કરવા માટે ભંડોળની પુરતી જોગવાઈ સરકારે કરી છે. આપણા વિસ્તારમાં નીચે મુજબની કંપનીઓ ઉભી કરવાથી સરેરાશ વધુ નફો કંપની તેમજ ખેડૂતોને મળી રહે તેમછે :

૧. પશુપાલન માટે સામુદાયિક તબેલા

૨. બીજ ઉત્પાદન 

૩. ફળ-શાકભાજી પ્રોસેસીંગ, પેકીંગ, માર્કેટીંગ

૪. કેળા ઉત્પાદન

પ. ઓર્ગેનિક ફાર્મીંગ માટે જરૂરી ખાતર, દવાઓ બનાવવા

૬. માર્કેટીંગ, પ્રોસેસીંગ, પેકેજીંગ ઉપરાંત એક્સપોર્ટ કંપની

૭. ફાર્મ મીકેનાઈઝેશન કંપની.

૮. મીલેટ પ્રોડકશન, પ્રોસેસીંગ, પેકેજીંગ, માર્કેટીંગ

          આ બધી કંપનીઓમાં મજુરોને પણ શેર હોલ્ડર બનાવીને, મુજરોને તાલીમ આપીને તેની કાર્યક્ષતા વધારીને કંપનીના નફામાં તેને ભાગ આપીને મજુરી કામ સરળ બનાવી શકાય. ફાર્મ પ્રોડ્યુસર કંપનીને સરકારશ્રી તરફથી નીચે મુજબની સહાય આપવામાં આવે છે : ૧. પ્રથમ ત્રણ વર્ષ વહીવટી ખર્ચના રુ. 18 લાખ જેમાં ઓફીસ ભાડું'  ફર્નિચર,  સ્ટેશનરી, સી.ઈ.ઓ નો  પગાર,ક્લાર્ક નો પગાર  વગેરેનો  સમાવેશ થાય છે. ૨. શેર ભંડોળ માટે : જો કંપની રૂ. ૧૫ લાખ શેર ભંડોળ તરીકે સરકાર આપે અને આ રકમ જે સભ્યએ જેટલી રકમના શેર ખરીધ્યા હોય તેટલી રકમના શેર તે જ સભ્યના નામે આપે છે. અને તેનું વ્યાજ, ડીવીડન્ડ, બોનસ વિગેરે તે જ સભાસદને મળે સરકાર તે લેતી નથી અને કંપની પાસે આમ રૂ, ૩૦ લાખનુ ભંડોળ તો કંપની તેના ઉદ્દશ્પનો ઘંધો કરી શકે. ૩. ખેતીમાં પેઠા થતા અનાજ, કઠોળ ફળ, શાકભાજીને પ્રોસેસીંગ કરવાની ફેકટરી કરે તો તેમાં ૩૫ ટકા મુજબ સબસીડી મળે. ૪.  કંપનીને રૂ. ૨ કરોડ સુધીન લોન માટે સરકારી જામીનગીરી મળે. પ : કંપનીના સભ્યો, બોર્ડ ઓફ ડીરેકટર, સી.ઈ.ઓ ને ખાસ તાલીમ પણ આપવામાં આવે છે.
    આપણે શું કરવાની જરૂર છે ?
          જે લોકો જાતે ખેતી કરતા ન હોઈ, સાઈડમાં નોકરી કે ઘંધો કરતા હોય, રીટાયર્ડ થયા પછી ખેતી બીજાને સોંપીને શહેરમાં રહેતા હોય, પોતાના સંતાનને સરકારી નોકરી ન મળવાથી ધંધો શોધતા હોય, ખેતીમાં આવક કરતા ખર્ચ વધી જતો હોય, ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં રસ ધરાવતા હોય તેમણે ભેગા મળીને આવી કંપની ઉભી કરવી જોઈએ. તેનાથી નીચે મુજબના ફાયદા થશે.

૧. ખેતીમાં દેખરેખ માટે ખેડૂતની વ્યક્તિગત  હાજરી જરૂરી ન હોવાથી તે સાઈડમાં બીજ પ્રવૃત્તિ કરીને વધારાની આવક મેળવી શકશે. જયારે દેખરેખની વ્યવસ્થા કંપીની કરશે અને ખેડૂત તેની માહિતી ફોન દ્વારા મેસેજ કે ફોટા મંગાવીને મેળવી શકશે.

૨. મજુરોને વાવણી, નિદામણ, વાવણી વિગેરે કામગીરી માટે ગ્રુપ બનાવીને તેને આધુનીક સાધનો કે મશીનરીની તાલીમ આપીને ઓછા સમયમાં વધુ કામ કરાવીને તને વધુ મજુરી આપી શકાશે ઉપરાંત  તેને  વાહન  ચા પાણી  નાસ્તો કે ભોજનની વ્યવસ્થા  કરીને   ખુશ કરવાથી  કામની  ગુણવત્તા સુધારી શકાશે. આમ ઓછા મજૂરથી પણ કામ ચાલશે.

૩,  ડુંગળી વાવવાનો  વાવણીયો,  ડુંગળી કાઢવાનું યંત્ર, મગફળી પાથરવાલ સાથે  લેવાનું ઓપન.,  નિંદામણ  માટેનું   વિડર, અનાજ,  કઠોળ માટેનું થ્રેસર , ક્લીનીંગ,  સોટીંગ, ગ્રેડિંગ મશીન વગેરે સાધનો વસાવીને  તેનો ઉપયોગ  કરી શકશે.

૪. ખાતર, બિયારણ, દવાઓ વિગેરે જથ્થાબંધ ખરીદી કરવાથી ઓછા ભાવે મળી રહેશે. તૈયાર કરેલ પાકનું જઘ્થાબંધ વેચાણ, કરવાથી વધુ સારા ભાવ મળી રહેશે.

૬. કોન્ટ્રાકટ ફાર્મીંગ કરી શકાશે.

૭. સમાજમાંથી તેમજ બહારથી ખેતી, પ્રોસેસીંગ, માર્કેટીંગના નિષ્ણાંતોનો ઉપયોગ કરી શકાશે.

આ યોજના ખેડૂતો અને ખેત મુજરોને વ્યવસાયમાં જોતરી પોતાની આવક વધારવાનો છે તેથી ધંધામાં રસ ધરાવતા અનુભવી અને ગર્ભશ્રીમંત વ્યક્તિઓની આગેવાનીમાં કંપીની ઉભી કરવાથી તેનો રાજકીય ઉપયોગ થશે નહીં. કારણ કે આજના સમયમાં વ્યક્તિ પોતાનો મોભો વધારવા સંસ્થાના પ્રમુખ બની જાય પરંતુ તેનો વિકાસ કરવામાં રસ ધરાવતા નથી. બીજુ કંપનીનો હેતુ નફો કરવાનો હોવાથી દરેકને નફામાં ભાગ મળે જ છે. તેથી કંપની માટે કોઈએ અંગત રીતે ખર્ચ કરવો પડતો નથી. તેથી સાર અને પ્રમાણિક માણસોએ આમાં આગેવાની લેવાની ખાસ જરૂર છે.

- ભાણજીભાઈ ડી.જાળેલા (ત્રાપજ)

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.