
૨૧ મી સદીનો ત્રીજો દસકો ચાલી રહ્યો છે. પાછળ દશકોમાં મનુષ્ય જીવતને સર્વાધિક પ્રભાવિત કરનારા કારણો ઉપર જો વિચારીએ તો ટેકનોલોજીના વિકાસનું એક મોટું કારણ સામે આવે છે. જેણે વ્યક્તિ અને સમાજના જીવનની કલ્પના બદલવાનું કાર્ય કર્યું છે. વિજ્ઞાનના આ યુગમાં ટેકનોલોજીના વિકાસથી અનેક લાભ થયા છે. આજના સમજની જરૂરિયાત અને ઉપયોગીતાની દ્રષ્ટિએ યોગ્ય પણ છે. ઈન્ટરનેટે માણસને તેની વાસ્તવિક દૂનિયા અને જીવન મૂલ્યથી દૂર કરે, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ તથા મોબાઈલના, માધ્યમથી એક આભાસી દુનીયામાં ફસાઈ ગયા અને માણસ પોતાની વાસ્તાવીક દૂનીયાથી હજારો માઈલ દૂર જતો રહ્યો છે.
સોશ્યલ મીડીયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ વગેરેએ આજની પેઢીની સામે એક જુદી જ દુનીયા ઉભી કરી દીધી છે. એકવાર માણસ એ દુનીયામાં પહોચી જાય પછી તેને ટેવ પડી જાય છે અને પછી કોઈ કામનો રહેતો નથી. ઈન્ટરનેટથી દુનીયાના બાળકો સૌથી વધુ પ્રભાવિત છે, પણ આ આભાસી દુનીયા કાયમ રહેવાની નથી. છતાં તેમના મન અને સમગ્ર જીવન પર છવાઈ જાય છે. આવી સ્થિતિમાં એ ટેકનોલોજીના પ્રભાવથી લોકોને બચાવવા તેમજ સારો ઉપયોગ કરવા માટે જાગૃતિ પૈદા કરવી અત્યંત જરૂરી છે.
શું સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પ્રચારનું સારુ માધ્યમ છે અથવા શું સોશિયલ મિડીયાનો ઉપયોગ કિશોરોની સુખકારીને ઘટાડે છે? સોશિયલ મિડીયા કેમ ખરાબ છે ? વિવિધ પરિણામો દર્શાવતા અભ્યાસો સાથે, કિશોરો પર સોશિયલ મિડીયાની અસરોને - આ એક વધુ વિવાદાસ્પદ પ્રશ્નોમાંનો એક બની ગયો છે. અભ્યાસો પરથી વિવિધ પરિણામો નીચેના તારણૉ દર્શાવે છે.
ટીનેજર્સ પર સોશિયલ મિડીયાની અસરો અંગે કોમન સેન્સ મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, સર્વેમાં સામેલ ૧૫૦૦ યુવાનોમાંથી લગભગ અડઘા લોકોએ જણાવ્યું હતુ કે તેમના માટે સમર્થન અને સલાહ, એકલતા અનુભવવા, પોતાને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવા માટે સોશિયલ મિડીયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે સંપર્કમાં રહો અને ૪૩ ટકાએ કહયુ કે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને જયારે તેઓ હતાશા, માનસિક તાણ અનુભવે અથવા બેચેન હોય ત્યારે તેમને વધુ સારૂ લાગે છે. યુવાનોમાં પર ટકાએ કહ્યુ કે, જયારે તેઓ આ મુશ્કેલ લાગણીઓનો અનુભવ કરતા હોય ત્યારે સોશિયલ મિડીયા તેમને વધુ સારૂં અનુભવવામાં મદદ કરે છે.
બીજી તરફ રીપોર્ટમાં સોશિયલ મિડીયા અને કિશોરોની હતાશા અનુભગતા વચ્ચે મજબુત બંધન પણ દર્શાવવા માં આવ્યું છે મધ્યમથી ગંભીર ડીપ્રેસીવ લક્ષણો ધરાવતા યુવાનો લગભગ બમણા હતા કે તેઓ લગભગ સતત સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતા. ૧૮ ટકા યુવાનોમાં ડિપ્રેસિવ લક્ષણો ન હતા, તેની સરખામણીએ હતાશાવાળા કિશોરોમાંથી ૧/૩ લોકોએ સતત સોશિયલ, મિડીયાનો ઉપયોગ કર્યો હતો. તદુપરાંત તેમના લક્ષણો એટલા ગંભીર છે કે તેઓ સોશિયલ મિડીયાનો ઉપયોગ કર્યા પછી વધુ બેચેન, એકલતા અને હતાશા અનુભવે છે. સ્પષ્ટપણે સોશિયલ મિડીયા એવા કિશોરોને મદદ કરતું નથી, જેઓ પહેલાથી જ હત્તાશા અનુભવે છે અને તેમના તતકારાત્મક દ્ષ્ટીકોણમાં ફાળો આપે છે.
શ્રી “રાજન રાઠોડ' દ્વારા દિગ્દર્શિત એક ખૂબ જ લોકપ્રિય ગુજરાતી મુવી 'હેલો જિંદગી' આજની વાસ્તવિકતાને ગ્રતિ્બિંબિત કરે છે. જો કે 'દિશા' નામનું પાત્ર એક યુવાન સોશિયલ મિડીયા વ્યસની પ્રભાવક એક અસાધરણ પ્રવાસ પર જાય છે, જે તેનું જીવન બદલી નાખે છે. દિશા એક સોશિયલ મિડીયાએડિક્ટ છે, જે બાકીનું બધુ જ નકામું માને છે તેનો દિવસ સોશિયલ મિડીયા પર ગુડ મોર્નિંગ થી થાય છે અને રાત્રે ગુડ નાઈટ પર પૂર્ણ થાય છે. તે ચોવીસ કલાક સોશિયલ મિડીયા પર કંઈક ને કંઈક અપલોડ કરે, ક્યા ફોટાને કેટલી લાઈક મળી, કોણ કોને લાઈક કરે છે તે આખો દિવસ જોયા કરે છે. તેના પિતા સુરજભાઈ, જેઓ તેના આ ગાંડપણથી પરેશાન છે અને તેને તેની આસપાસની વાસ્તવિક દુનીયાની સુંદરતા વિશે સમજાવવા માટે હંમેશા તેની સાથે લડતા રહે છે. એક દિવસ તે પોતાની દીકરી સાથે અમુક બાબત માટે તેને સ્માર્ટ ફોન વિના ટૂંકી મુસાફરી કરવા મનાવે છે જેમાં દિશા પોતાની શરતે કે, હું ફરીને પાછી આવું, પછી તેના પિતા તેને સોશિયલ મીડિયા જીવનમાં
વિક્ષેપ નહીં કરે- આ શરત સાથે જવા તૈયાર થાય છે.
દિશા તેના કેમેરા અને કીપેડ ફોન સાથે આ સફર માટે તૈયાર છે. જયાં તેના જીવનનાં પાસાઓ બદલવાની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતમાં તેને પર્યટન ખૂબ ગમતું હતું. જયાં સુધીએ એક આનંદી, ખુશખુશાલ વ્યક્તિ કાર્તિકને ન મળે ત્યા સુધી તે હાથમાં લીધેલા કેમેરા વડે ચિત્રો લેતી હતી. જે તેના કુતરાના બચ્ચા કેફી સાથે માત્ર મજા અને આનંદ માટે સફર પર હતો. કાર્તિક એક પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ ધરાવે છે જો કે, ટ્રીપમાં એક અસામાન્ય અને અણધાર્યો વળાંક આવે છે, જેના કારણે દિશા જયારે તેની હેન્ડબેગ અને રીસોર્ટમાં જવાનો રસ્તો ગુમાવી બેઠી, ત્યારે કાર્તિક પર નિર્ભર રહી. ત્રણેય બાકની મુસાફરી તેમની કારમાં સાથે કરે છે અને શહેરમાં થોડો સમય વીતાવે છે. જયાં દિશા તેવા સોશિયલ મિડીયા
વિના વાસ્તવિક દૂનીયાનો અનુભવ કરે છે અંતે તેને તેની ક્ષમતાનો અહેસાસ થાય છે. તે ઘરે પરત ફરે છે, અને તેની સફરને ભેટ આપવા તેના વાસ્તવિક જીવનમાં પાછા ફરવા બદલ તેના પિતાની આભારી છે.
જે લોકો આ વ્યસનથી બચવા માંગે છે તેમના માટે આ એક સુંદર ઉદાહરણ છે. જીવન જે સુંદરતા અને આનંદ આપે છે તેની કદર કરવાનું શીખવાથી તમને આવી સમસ્યા રૂપ પરિસ્થિતિઓમાંથી રાહત મળશે...
...... અસ્તુ......
-જોષી જલ્પાબેન વિપુલકુમાર