ઔષધીય ગુણોથી ભરપૂર--સરગવો
સરગવાને હિંદીમાં સહિજન,સેજના, મુનગા વગેરે જુદાજુદા નામે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને શોભાંજન તથા શિગ્રુ અને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક ટ્રી નામથી ઓળખવામાં આવે છે.
આયુર્વેદ અનુંસાર ગુણદોષ - સરગવો ભૂખ વધારનાર, દાહ પેદા કરનાર, શુક્રવર્ધક, હૃદય માટે હિતકારી,
ક્ફ વાત, કૃમિરોગ, સોજો, મેદરોગ તથા આંખો માટે હિતકારી છે. તે વિષનાશક છે અને માથાનો દુખાવો
મટાડે છે. લોકો સરગવાની શિંગોનું શાક ખાય છે. તે વાતનાશક ગુણોથી ભરપૂર હોવાથી ખૂબ ઉપયોગી છે.
સરગવાના ઓષધીય પ્રયોગ -
વાતનાશક તેલ- સરગવાની આંતરછાલ એક કિલો લઈને પાંચ લિટર પાણીમાં ઉકાળો. તે પાણી ૫૦૦
મિ.ગ્રા. રહે ત્યારે તેમાં એક લિટર સરસિયું નાખીને તેને ઉકાળો. જયારે બધું જ પાણી બળી જાય અને તે કાઢો
કાળો પડી જાય ત્યારે ઠંડું કરીને તેલને ગાળી લો. તેને કાચની બોટલમાં ભરી લો. એ તેલથી દરરોજ માલિસ
કરવાથી બધા પ્રકારના વાતરોગોમાં ફાયદો થાય છે
શરીર જકડાઈ જવું - સરગવાના મૂળની છાલ ૨૦ ગ્રામ લઈને ૫૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. જયારે ૧૨૫ ગ્રામ
જેટલું પાણી રહે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. તે પાણી ગાળીને પીવાથી લાભ થાય છે.
ગાંઠ થઈ હોય તો - સરગવાનો ગુંદર ગાંઠ પર લગાડવાથી ગાંઠનો સોજો મટી જાય છે અને ગાંઠ ધીરે ધીરે
ઓગળી જાય છે.
કાનનો દુખાવો - સરગવાના મૂળનો રસ બેચાર ટીપાં કાનમાં નાખવાથી કર્ણશૂળ મટે છે.
સાઇટિકામાં - સરગવાનો પાક બનાવીને સેવન કરવાથી લાભ થાય છે. પાક બનાવવા માટે ૨૫૦ગ્રામ સરગવાનો
ગુંદર લઈને ઘીમાં તળી લેવો. પછી ઘઉંનો ૫૦૦ ગ્રામ લોટ લઈને ૫૦૦ ગ્રામ ધીમાં શેકી લો. પછી ૫૦૦ ગ્રામ
ગોળનો પાયો કરીને તેમાં ૫૦ ગ્રામ સૂંઠ, ગુંદર તથા શેકેલો લોટ મેળવીને પછી નાના નાના લાડુ બનાવવા અને
દરરોજ સવાર સાંજ એક એક લાડુ ખાવાથી લાભ થાય છ
આંખોના દર્દમાં - વાગ્ભટ્ટ અનુસાર વાત, પિત્ત તથા કફમાંથી કોઈ પણ દોષના કારણે આંખો દુખતી હોય તો
સરગવાના પાનનો રસ કાઢીને તેમાં સમાન માત્રામાં શુદ્ધ મધ (જો આપણી નજર સામે મધપૂડામાંથી મધ ઉતાર્યું
હોય તો) મેળવીને આંખોમાં આંજવાથી લાભ થાય છે.
જલોદર - સરગવાના મૂળની છાલનો કાઢો બનાવીને ૩૦ ગ્રામ જેટલો કાઢો પીવાથી જલોદર શરીરના આંતરિક
અંગોનો સોજો અને યકૃત (લીવર) સંબંધી રોગોમાં લાભ થાય છે.
પેશાબ અટકી ગયો હોય તો - સરગવાનાં ફૂલો ૧૦ ગ્રામ જેટલાં લઈને વાટી લો. પછી તેમાં મિસરી નાખીને
એક ગ્લાસ પાણીમાં ઓગાળીને પીવાથી પેશાબ છૂટથી આવે છે. જો સરગવાનાં ફૂલ ન મળે તો તેના પાનનો ક્વાથ બનાવીને પીવાથી પણ લાભ થાય છે.
પથરીમા – સરગવાના પાનનો ક્વાથ બનાવીને દરરોજ ખાલી પેટે હુંફાળો ક્વાથ પીવાથી પથરી તૂટીને નીકળી
જાય છે.
આંતરિક ઘામાં - સરગવાના મૂળનો રસ ૧૦ ગ્રામ લઈ તેમાં ૧૦ ગ્રામ શુદ્ધ મધ ભેળવીને ચાટવાથી લાભ થાય છે.
દાઢના દુખવામા - સરગવાનો ગુંદર ૩ ગ્રામ જેટલો મોંમાં રાખીને ચૂસવાથી દાઢનો દુખાવો મટી જાય છે.
ખંજવાળમાં - મહર્ષિ ચરકના મત અનુસાર સરગવાનાં પાનનો ૨૦૦ ગ્રામ રસ કાઢી ૨૫૦ ગ્રામ સરસિયામાં
નાખીને ઉકાળો. જયારે માત્ર તેલ બાકી રહે ત્યારે તે ગાળીને ઠંડું થવા દેવું. પછી તેમાં ૧૦ ગ્રામ શુદ્ધ કપૂર
ભેળવી દેવું . એ તેલની માલિશ કરવાથી ખંજવાળ તથા સોજો મટે છે.
હાથીપગામાં - (શ્લીપદ) - સરગવાના મૂળને વાટીને ગરમ કરવાં. પછી સહન કરી શકાય એટલો ગરમ લેપ
લગાડવાથી લાભ થાય છે.
મૂત્રકૃચ્છમાં - સરગવાનો ગુંદર ૧૦ ગ્રામ ૨૦૦ ગ્રામ દહીં સાથે ૭ દિવસ સુધી ખાવાથી લાભ થાય છે.
ઢીંચણના દુખાવામાં - સરગવાનાં બીજને પાણીમાં વાટીને ગરમ લેપ કરવાથી દુખાવો મટે છે.
આંતરડાના કૃમિમાં - સરગવાની શીંગોનું શાક બનાવીને ખાવાથી આંતરડાના કરમિયા મરી જાય છે.
આંતરિયા તાવમાં - સરગવાનું એક તોલા જેટલું મૂળ લઈને તેનો કાઢો બનાવીને પીવાથી વારંવાર આવતોતાવ
મટી જાય છે. આ ઉપરાંત અપસ્માર (હિસ્ટીરિયા)માં પણ લાભ થાય છે.
રતાંધળાપણું - સરગવાની કોમળ ડાળીઓને પાન સાથે વાટીને તેનો રસ કાઢવો. તેમાં શુદ્ધ મધ ભેળવીતે
આંખોમાં આંજવાથી લાભ થાય છે. ટ
કાનના સોજામાં - સરગવાની છાલ અને રાઈ સરખા પ્રમાણમાં લઈને વાટવી. પછી તેને ગરમ કરીને સોજાવાળા
ભાગ પર લેપ કરવાથી લાભ થાય છે.
મોંના છાલાંમાં - સરગવાના મૂળનો કાઢો બનાવીને કોગળા કરવાથી લાભ થાય છે.
ફોલ્લા પર- સરગવાની છાલ વાટીને તેને ગરમ કરીને લેપ કરવાથી ફોલ્લાનો સોજો મટી જાય છે.
(વેદ ઋષિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય - ગાયત્રી પરિવાર સાહિત્ય સંગ્રહ માંથી)
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ
Nice to see you! Please Sign up with your account.