''પાટલે પાણી'' -ભાનુશંકરભાઈ ભટ્ટ (વેળાવદર)

 જય મહાદેવ, જય પરશુરામ...
            અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદધરા |
            અશય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષ પ્રદોભવઃ ॥
            નારાયણ સુર શ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરપ્રદમ્‌ ।
            અનેન તર્પણેનાથ પ્રેતમોક્ષ પ્રદોભવઃ ॥


           પાટલે પાણી ચુક વિનાના પાટલા સરવણી વખતે મૃત્યુ પછીના ૧૩ માં ત્રયોદશાના દિવસે કરવાની વિધી ઘરની અંદર કરવામાં આવતી વિધી જિવને અપાતું એક દિવસનુ માટીના  ભાલીયામાં ભરેલું પાણી પીપળે આપવું તેને માટેનો શબ્દ એટલે પાટલે પાણી, પણ શાસ્ત્રો કંઈ પણ જગ્યાએ પાટલે પાણીનો કોઈ ઉલ્લેખ મળતો નથી. કાશ સમયને અનુસરીને બધા એ અપનાવેલ એ વિધી યોગ્ય ગણવી પડે છે. પહેલાનાં સમયમાં પિતૃઓને ૧ વર્ષ સવા વર્ષનું પાણી પીપળે રેડવામાં આવતું હતું. સમયના અભાવે દર મહીને માસિક શ્રાધ્ધ કરવુ, પાચમ, આઠમ કરવી, પારણા કરાવવા કુટુંબ અને બેન ભાણેજરૂને જમાડવા એ બધું સમયને અનુસરીને અત્યારે શક્ય નથી માટે આપણે પાટલે પાણી આપી દીધુ. એક વર્ષ સુધી પીપળે પાણી રડવુ તેનો મતલબ પિતૃની પાછળ એક પીપળો ઉછેરવો એવો હતો. મૃત્યુ પછી ૧  વર્ષ સુધી  દીપ દાન કરવું  એટલે ૧ વર્ષ સુધી  શિવાલયે દીવો કરવા જવું હવે ૩૬૫ વાટનો દીવો આપણે કરીએ છીએ. પિતૃઓનાં ઋણમાંથી મુક્ત થવા માટે આ બધુ કરવુ જરૂરી હતું. પિતૃઓની કૃપા  આપણા ઉપર  હંમેશા  રહે  તે માટે  કરવામાં આવે છે. મૃત્યુ પછીની બધી ક્રિયાઓ બ્રાહ્મણ દ્વારા કરવામા આવેછે.  બ્રાહ્મણો  તો તે  બધું યોગ્ય રીતે  કરે છે. દશા, એકાદશા,દ્વાદશા,ત્રયોદશા સરવણી, નિત્ય તર્પણકાગવાસ,ગોગ્રાસ,સ્વાન ભોજન,બ્રહ્મભોજન, કીડીયારી ના સંકલ્પ બ્રાહ્મણ કરાવે જ છે. બ્રાહ્મણનુ કર્મ આ બધી વિધી કરીને જીવ (આત્મા)ને યમદેવ   હાથમાંથી  અને  પ્રેત માતૃકાના  હાથમાંથી   જીવને  છોડાવીને  તેની માટે  પ્રેત મુક્તિના માર્ગેથી છોડાવીને હંમેશા  મોક્ષ માર્ગ માટેની  વિધિ બ્રાહ્મણ કરે. જીવના કર્મ  પ્રમાણે  જીવને  સદગતિ  પ્રાપ્ત  થાય છે.  જીવને  એક વર્ષ  ધર્મરાજાના  દ્વારે  પહોંચતા  લાગે છે. તે દરમીયાન જે કંઈ દાન,પુણ્ય,સતકર્મ,સત્સંગ, કિર્તન  થાય તે જીવનાં પુણ્યમાં વધારો કરીને કર્મનું બંધન ઓછું થાય છે. ૧ વર્ષ પછી તે જીવને ૨ યોનીમાં પ્રવેશ મળે છે. ફક્ત મનુષ્યને જ તે  બીજા જીવોને તરત જ બીજી યોની મળી જાય છે.
 મુનષ્યને ૧ વર્ષ સુધી સારા કર્મ હોય તો નહિ પણ  નબળા કર્મ તેને ૧ વર્ષ દરમીયાન ભોગવવા પડે છે. માટે પિતૃઓની પાછળ દાન પુણ્ય કરવાથી તેના પુણ્યમા વધારો થાય છે. રહી વાત પાણીની. પિતૃઓનું મુખ સોયના  નાકા  જેવડું  હોય છે. માટે તેને ૧ વર્ષ તેને તરસ લાગે છે.

                 કોઈપણ જીવ પાણી વિના રહી શકતો નથી એટલા માટે ભાદ્રપદ પુનમથી ભાદ્રપદ અમાસ સુધી શ્રાધ પક્ષ આવે છે. તેમાં આપણે પિતૃઓને તર્પણ (પાણી પાવુ) પિંડદાન (જમાડવા) અવશ્ય કરવું જોઈએ. કારણ કે તેને પાણી ૧ વર્ષ ન મળે તો પણ તે તરસ્યા રહેતા નથી. પિંડદાનથી તેને જમાડવા કારણ કે પિતૃઓ પોતાના હાથે પાણી પીય શકતા નથી કે જમી શક્તા નથી. માટે વર્ષમાં એક શ્રાધ અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને પિતૃઓ પાણીની તરસથી વ્યાકુળ ન બને તે માટે શ્રાધ કરવું જરુરી છે. પિતૃઓની તરસ ન છીપાય તો પાણી માટે તફડે, નહીં તો કોઈ દિવસ પિતૃઓ આપણાથી નીરાશ થતા નથી અને પિતૃઓની કૃપા આપણી ઉપર બની રહે છે. નારાયણબલી, નિત્ય તર્પણ ન થઈ શકે તો શ્રાધ પક્ષમાં શ્રાધ અને તર્પણ પિતૃઓને કરાવવું જરુરી છે.


 

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.