કૃષિ વિશે
🍀🍀 🍁🥀🍂🌧️🌧️
*વરસાદ પછી પાકનું મુરઝાઇ જવું/ સુકારો લાગવો અને તેનું નિરાકરણ*/ *પેરા વિલ્ટ*
🍀🍀 🍁🥀🍂🌧️🌧️
- હાલની પરિસ્થિતિમાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે.
- આ પરિસ્થિતિમાં પાક જમીનમાંથી પોષક તત્વો ઉપાડી શકતા નથી
- પાણી ભરાવાના કારણે જમીનમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે અને પાક તાણનો સામનો કરે છે.
- ઓકસીજન ઉણપને કારણે પાકમાં હોર્મોન પેટર્નમાં ફેરફાર થાય છે અને ઈથીલીન નામનું હોર્મોન વધવાથી છોડ પાકવાની અવસ્થાએ પહોંચવા ઉતાવળ કરે છે. જેનાં કારણે અપરિપક્વ જીંડવા ફાટી જવા, પાંદડા ખરી પડવા જેવી ઘટનાઓ બને છે.
- પાકની પાકતી અવસ્થા અને છોડનું તત્વ ન ઉપાડી શકવાના કારણે છોડ મૂળિયાં મુકી દે છે અને પાક લંઘાવાની એટલે કે પાન પીળા પડવા, મુરઝાવા, નીચેની તરફ નમી જવા જેવા લક્ષણો સામે આવે છે.
- આ સમયે તત્કાલ પગલાં ન ભરવામાં આવે તો પાક સંપૂર્ણ પણે નાશ પામે છે.
- હાલ મુખ્યત્વે કપાસ સહિત અન્ય પાકો મરચી, દિવેલા વગેરેમાં આ પ્રશ્નો મોટા પાયે જોવા મળી રહ્યાં છે.
- આથી યોગ્ય વ્યવસ્થાપનના પગલાં લેવા ખૂબ જરૂરી બને છે.
🟢 *પાણીનો નિકાલ કરવો*
પેરા વિલ્ટની હાલની ઘટના મુખ્યત્વે પાણી ભરાઈ રહેવાના કારણે અને તેથી છોડના મૂળ ઑક્સિજન અને તત્ત્વો ઉપાડવામાં સક્ષમ ન રહેવાથી થાય છે. આથી પાણીનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે.
🔴 *પાકની આજુબાજુ કાણા પાડી હવાની અવર જવર વધારવી*
- લાંબો સળિયો લઈ ઉપરની બાજુ આડો સળિયો હેન્ડલ તરીકે બાંધી ખેતરમાં છોડની બાજુમાં મૂળને નુકશાન ન થાય એ રીતે કાણા પાડવા.
- કાણા પાડવાથી જમીનમાં હવાની અવર જવર થશે અને ઑક્સિજનની પૂર્તિ થવાથી પાકનું હોર્મોનલ ઈમ્બેલેન્સ અટકશે તેમજ છોડ તત્વો ઉપાડવામાં પણ સક્ષમ થશે.
- પહેલી નજરે મજૂરી વાળું કાર્ય લાગી શકે પરંતું પાકમાં મૂળની આજુબાજુ ઓક્સિજનની પૂર્તિ કરવી એ ઉત્તમ ઉપાય છે.
🔵 *કોબાલ્ટ કલોરાઈડ અથવા સિલ્વર નાઇટ્રેટ નો છંટકાવ કરવો*
- આ પરિસ્થિતિમાં ઈથીલિનની માત્રા વધવાથી પાક કસમયે પાકવાની અવસ્થાએ પહોંચી જાય છે તેથી ઈથીલિનની માત્રા સીમિત કરવી જરૂરી બને છે.
- કોબાલ્ટ અને સિલ્વર આ બે તત્વો છોડમાં ઈથીલિનની માત્રા અટકાવવામાં મદદરૂપ થાય છે.
- આથી *કોબાલ્ટ ક્લોરાઇડ* ૧૦૦ લીટર પાણીમાં ૧ ગ્રામ (એક ગ્રામ) ઓગાળી પાક પર છંટકાવ કરવો જોઈએ.
- છંટકાવ માટે કોબાલ્ટ કલોરાઈડ અથવા સિલ્વર નાઇટ્રેટ બેમાંથી કોઈ એકનો જ ઉપયોગ કરવો.
- *પેરા વિલ્ટ એટલે કે પાક મુરઝાવાની શરુઆત થયાના ૩૬ થી ૪૮ કલાકમાં છંટકાવ કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળી શકે છે*.
- આ બે તત્વો બજારમાં સામાન્ય રીતે ઉપલબ્ઘ થતા ન હોય તો *કોબાલ્ટ* અથવા *સિલ્વર* ધરાવતા ઉત્પાદનનો જે તે ઉત્પાદકની ભલામણ મુજબ ઉપયોગ કરવો.
- 🔺 *હોર્મોન માત્રા ઘટાડવા સાથે આ તત્વો જોડાયેલ હોવાથી વધુ માત્રામાં બિલકુલ ઉપયોગ કરવો નહીં, અન્યથા વિપરીત પરિણામો આવી શકે છે.*
🟠 *યુરિયાનો છંટકાવ કરવો*
*પાક પર ૨% યુરિયાના દ્રાવણનો એટલે કે ૧૫ લીટર પંપમાં ૩૦૦ ગ્રામ યુરિયા ઓગાળી છંટકાવ કરવો.*
🟣 *ફૂગનાશક દવાનું ડ્રેંચિંગ*
- આ પરિસ્થિતિમાં છોડને ફૂગનો ઉપદ્રવ શરૂ થવાની સંભાવના હોઈ ફૂગ નાશક દવાનો છંટકાવ કરવો.
- આ માટે *કોપર ઓક્સી ક્લોરાઈડ* દવા *૧૫ લીટર પાણીમાં ૪૦ ગ્રામ* ઓગાળી છોડના થડની આજુબાજુ ડ્રેંચીંગ કરવું એટલે કે પંપની નોઝલ કાઢી થડની આજુબાજુ છંટકાવ કરવો.
🟤 *છોડને ટેકો આપવો/ ઊભા કરવા*
પાણી ભરાવાના કારણે છોડ નમી ગયા હોય તો છોડ ઊભા કરી થડ પાસે પગથી માટી દબાવી છોડને ઉભો કરવો.
🚨 *પેરા વિલ્ટ સામે દેખાદેખીમાં અથવા કોઈનાથી પ્રેરાઈને મોટા પ્રમાણમાં ખર્ચા કરવા નહિ.*
☘️🍁🍂
🎯 દવા છંટકાવમાં પાણીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.
🔺🔺🔺🔺🔺
▶️ ખેત સામગ્રી વિશ્વસનીય અને લાયસન્સ ધરાવતા એગ્રો સેન્ટર પરથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
▶️ કોઈપણ ખેત સામગ્રી ખરીદી વખતે ફરજિયાત પાકું બિલ લેવું જોઈએ.
▶️ જે પ્રમાણમાં જથ્થો ભલામણ કરવામાં આવ્યો હોય અથવા તો જે તે કંપનીની પ્રોડક્ટ મુજબ ભલામણ થયેલ હોય તે મુજબ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
▶️ કોઈપણ રસાયણનો છંટકાવ કરતા હોય ત્યારે સુરક્ષાની પુરતી કાળજી લેવી જોઈએ.
☘️☘️
🎤 આપના વિસ્તારમાં કોઈ પણ પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ અથવા તો પાકમાં અન્ય કોઈ તકલીફ મોટા પ્રમાણમાં જોવા મળે તો તરત જ આપના વિસ્તારના ગ્રામસેવક (ખેતી)નો સંપર્ક કરવો. જેથી આપને અને આપના વિસ્તારના ખેડૂતોને સાચું અને સમયસરનું માર્ગદર્શન મળી રહે.
🍁🥀☘️
કે.બી.રમણા
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ
Nice to see you! Please Sign up with your account.