"" સંતો સમાજના હિતકારી"" - ભટ્ટ ભાનુશંકર શાસ્ત્રી

જય મહાદેવ, જય પરશુરામ, માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ
નમસ્તે જ્ઞાતિજનો, મિત્રો,વડીલો,
''શાંતિ પમાડે તેને સંત કહીએ એના દાસના દાસ થઈને રહીએ,
શાંતિ પમાડે તેને સંત કહીએ''
સંતોએ સમાજને આપ્યુ તે બીજા કોઈ નથી આપી શકવાનું. સંતો પોતાના માટે નહીં પણ સમાજ હીત માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. નરસિંહ મહેતા, ગંગાસતી પાનબાઈ, કબીર, અખો ભગત, સંત તુકારામ એવા તો કેટલાય સંતો એ સમાજને હિત માટે પોતાનું આખુ જીવનનું સમર્પણ કર્યું છે. નરસિંહ મહેતા, ગંગાસતી પાનબાઈનાં ભજન, ગઝલો, છંદો અત્યારના આધુનિક યુગમાં એટલા પ્રસીધ્ધ છે તે આપણે કેટલી વાર સાંભળવા છતા હજી પણ તેનું સ્થાન અકબંધ છે અને રહેશે. સંતો દ્રારા કરતા યશ, ગૌશાળા, અનુષ્ઠાન, અન્નક્ષેત્ર, રક્તદાન કેમ્પ, કથાઓ, સામુહીક પ્રંસંગો, સમાજનો હિત માટે જ હોય છે. આ બધુ પૈસા કમાવા માટે નથી થતું. યજ્ઞથી વરસાદ વરસે, વરસાદથી અન્ન પાકે, વાતાવરણ શુધ્ધી માટે યજ્ઞમાં હોમાતું હૂતદ્રવ્ય વાતાવરણને શુધ્ધ કરે છે. શુધ્ધ ગાયનું ૧ ધીની વાટ ૧ ટન ઓક્સિજન આપે છે. તો યજ્ઞમાં હોમવામાં આવતું શુધ્ધ ગાયનું ઘી વાતાવરણ શુધ્ધકરે છે. પીપળો અને તુલસી બીલી ઓક્સિજન સ્રોત છે. એ સતો દ્વારા જ આપણને વૃક્ષારોપણ કરવાનું કહેવામાં આવે છે. ગમે તેલી સંપતિનાં આપણે માલિક હોય એ પણ સંપતિ કમાણા પછી પણ શાંતિ નથી મળતી ત્યારે આપણે છેલ્લુ પગલુ તો આપણે ને સંતોના સમાગમ તરફ જ વાળે છે.
"આનંદ સંત ફકીર કરે એસો આનંદ નહીં
અમીરી મેં, જો આનંદ સંત ફકીર કરે."
સાચો આનંદ સંતોના ચરણમાં જ મળે છે. જીંદગીથી હારેલો મનુષ્ય જો સંતોના સમાગમ થઈ જાય તો તે સુખેથી જીંદગી જીવી જાય છે.
પ્રભુ પણ કહે છે કે મારાથી કોઈ જો મોટુ હોય તો તે મારા ભક્તો છે હું મારા ભક્તનો અને ભક્તો મારા છે. સંતો અને ગુરૂ વિના ભગવાનની પ્રાપ્તી થઈ શકતી તથી.
ભગવાન રામ : વશિષ્ટ શ્રી કૃષણ : સાંદિપની.
સ્વામીનારાયણ : રામાનંદ રામદેવજી મહારાજ : બાળનાથ.
ભગવાનને પણ ગુરૂ અને સંતનું શરણ લેવું પડ્યું હતું. અને બ્રહ્મજ્ઞાન લાગ્યા વિના આ મુનષ્ય દેહમાં લખ ચોર્યાશી ફેરામાંથી મુક્તિ મળતી નથી અને બ્રહ્મજ્ઞાન ગુરૂ અને સંતો વિના કંઈ મળતું નથી મળશે પણ નહીં.
"તિલક કરતા ત્રેપન ગયા, જપ માળાતતા
નાકા ગયા, કિર્તન સાંભળી થાક્યા કાન, તોય ન
આવ્યું બ્રહ્મ જ્ઞાન."
બ્રહ્મ જ્ઞાન લાગ્યા વિના મુક્તિ નથી. બ્રહ્મજ્ઞાન ગુરૂ સંતો થી જ મળે છે. ભુખ્યા રહેવાથી મુક્તિ નથી. જટા વધારવાથી મુક્તિ નથી. મૃગ આસન પર બેસવાથી મુક્તિ નથી, મુક્તિ છે ફક્ત બ્રહ્મજ્ઞાન લગાવવાથી થાય છે.
ભગવાના ગુરૂડજી કહે છે : બ્રહ્મજ્ઞાન ગુરૂ અને સંતો દ્વારા જ મળે છે. એટલા માટે સંતો સમાજ હિતકારી શીર્ષક આપેલ છે.