"વિવાહ સંસ્કાર" - ભટ્ટ ભાનુશંકરભાઈ શાસ્ત્રી

જય મહાદેવ, જય પરશુરામ, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ ।
"ધન્યો ગૃહસ્થાશ્રમ!" એટલે શું, ઘરમાં હંમેશા આનંદ રહે, પુત્ર બુધ્ધિ માન હોય, પત્ની પ્રિય ભાષા બોલવાવાળી હોય, પત્ની અને પતિમાં હંમેશા પ્રેમ રહે, જયાં અતિથિનો સત્કાર હોય, હમેશા પૂજા ઘરમાં થતી હોય, રોજ સાત્વિક ભોજન બનતું હોય, સત્ય પુરૂષોનો હંમેશા સંગ હોય એવો ગૃહસ્થાશ્રમ ધન્ય છે. આ છે વિવાહ સંસ્કાર એટલા માટે વિવાહને સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર કહેવામાં આવે છે.
આજના સમયમાં વિવાહને એક મનોરંજનનું માધ્યમ બનાવી દીધું છે. વધારે દુષિતથઈ હોય તો અત્યારનાં સમયમાં વિવાહ (લગ્ન)વિધિ છે. જો આ રીતે થતું રહેશે તો વિવાહ સંસ્કાર નહીં પણ 'એનીવસરી' લગ્નની “સાલ ગીરા' બની જશે. હિન્દુ અને બ્રાહ્મણની લગ્ન વિધિ દુનિયામાં પ્રથમ સ્થાન પામેલ અને સંસ્કૃતિનું અગવું સ્થાન એટલે હિન્દુઓની વિવાહ સંસ્કારપધ્ધતિ છે. દૂનિયા આ સંસ્કૃતિને આગવું સ્થાન આપે છે.
શું છે આ લગ્ન તે જાણીએ. દિકરીનાં લગ્ન લખતી વખતે પ્રથમ ગણપતિ બીજા કુળદેવી ત્રીજા બ્રહ્મા વિષ્ણુ ચોથા ભગવાન શિવ પાંચમા નવગ્રહ અને છઠ્ઠા વિધાતાને પ્રાર્થના કરવામાં આવે છે. સર્વદેવો,આ નવદંપતિ નું રક્ષણ કરજો એ સાથે લગ્ન પત્રિકા લખાય છે. બીજુ કે વિવાહને સંસ્કાર કહેવામાં આવ્યો છે. નવદંપતિને હવે પછી જીવનમાં સંસ્કારો સિંચન કરવાનું છે,માન, પાન, શાન, વેવાર, સમાજ, કુટુંબ, સગા- સંબંધી, કર્તવ્ય, બધાનું પાલન કરીને હવે પછીનું 'જીવન નવદંપતિને સમાજમાં રહીને ગુજારવાનું છે. લગ્નગીત (ગીત ગુંજન) લગ્ન પહેલા ગવાતા ગીત
એવા લગ્ન ગીતો ગવાતા હતા જેમાંથી વર અને કન્યાને જીવનમાં સુખ અને દુઃખ માં પ્રેરણા આપે. લગ્ન ગીત પછી મંડપ મુહૂર્ત મંડપ નાખતા પહેલા ગણપતિની પૂજા કુળદેવીમાંની પૂજા કરીને વર કન્યા માટે લાંબા આયુષ્ય માટે બ્રહ્માજીની પ્રાર્થના કરવામાં આવે છે,(પસ) ફૂલેકું એ એક લોક પરંપરા છે પછી વરરાજાને ઓખણા પોખણા વરરાજાને સાવધાન કરવા માટે છે,કે હવે પછીનું જીવન તમારૂં સમાજમાં રહીને સારા માણસ બનીને જીવવાનું છે. માટે સાવધાન કરવામાં આવે છે. પછી કન્યાદાન એ બ્રાહ્મણ માટે હકીકત ગોત્રનું દાન છે, કન્યા પક્ષનું ગોત્રનું દાન વરપક્ષને કરે છે. પછી વિના કોઈપણ સ્વાર્થ દિકરીના માતા-પિતા કન્યાનું અને ગોત્રનું દાન કરે છે. પછી મંડપમાં ઈશાન અસ્મા (પથ્થર) મુકવામાં આવે છે. કારણ કે પથ્થર છે તે મતે
વાતાવરણમાં તેનું સ્વરૂપ બદલતો નથી. તેમ હવે પછીનું જીવન પથ્થર સમાન રહીને જીવવુંએ એક પ્રથા પ્રમાણે પથ્થરને લગ્નના મંડપનો રક્ષક પણ કહેવામાં આવે છે. માટે તેને પગ નહીં પણ પ્રણામ કરવા યોગ્ય છે. પછી લગ્ન મંડપમાં થતો યજ્ઞ (હવન) વર કન્યા માટે જે આહુતી દેવામાં આવે છે. વર કન્યાનાં રક્ષણ, ઉન્નતિ માટે યજ્ઞમાં આહુતિ દેવામાં આવે છે. કંસાર ભક્ષણ લગ્ન પછી ચોથા દિવસની વિધી ધી જેમ કન્યા આ પરિવારમાં ભળી જવું. કંસાર જમવાનો અર્થ એ છે કે કન્યાએ સાકરની જેમ મધુર વાણી બોલીને પરિવાર આખાને સંપથી રાખવો , માં માટલુ
કન્યામાતા કન્યાને હાંડાની અંદર, મીઠાઈ ભરીને ઉપર લીલું કપડું બાંધે છે,જેથી આખા પરિવારનો સંબંધ મધુર રહે. કંકુના થાપા એટલે દિકરી પિતાના ઘર નો દસ્તાવેજ કરી આપે છે કે હવે પછી આ ઘર ઉપર મારો અધિકાર નથી, એ સાથે હું બે હાથના થાપાથી સાક્ષી આપું છું.ટોડા વધાવીને દીકરી ઘરની સામે પણ જોતી નથી આ છે સ્ત્રીનો સમર્પણ ભાવ આ છે વિવાહ સંસ્કાર.
-ભટ્ટ ભાનુશંકરભાઈ શાસ્ત્રી (વેળાવદર)