"કર્મ ની ગતિ ન્યારી છે" - શૈલેષ બારૈયા

આજે મહામાનવ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો પૃથ્વી પરથી વિદાય દિવસ છે.

 

જી હા, આજે મહામાનવ દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણની પૃથ્વી પરથી વિદાય થયાને 5120 વર્ષ થાય છે. 

 

તેઓએ માનવજાતની વચ્ચેથી ચૈત્ર શુક્લ પક્ષ એકમ ઇસ.૧૮-૩-૩૧૦૨ BC ના બપોરના ૨ કલાક ૨૭ મીનીટ ૩૦ સેકન્ડે હીરણ નદીના કીનારે પ્રભાસ તિર્થ [ત્રીવેણી] મા વિદાય લીધી હતી. ગૌલોક ગમન કર્યુ હતુ.  

 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ની સામે શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ સ્થાનનો પીપળો [પગલા] મોજુદ છે. 

 

સંપૂર્ણ યાદવાસ્થળી સંહાર થયો. ઝરા નામના પારધીએ શ્રીકૃષ્ણને હરણ માનીને જંગલમાં બાણ માર્યું. 

 

ભાલકાતિર્થ ત્યારે પારધીને આશ્વાસન આપતા શ્રીકૃષ્ણએ કહ્યું કે- "હે ઝરા! મારો પૃથ્વી પરનો સમય પૂરો થયો છે.તેં કશું ખોટું નથી કર્યું. 

 

કર્મની ગતિ ન્યારી છે.ત્રેતાયુગમાં મેં જ તને રામ સ્વરૂપે બાણથી "વાલી" તરીકે હણ્યો હતો. તે કર્મ આજે મારી ૧૨૬ વર્ષની ઉમરે દ્વાપર યુગમાં પાકયું તેનું ફળ મને મળ્યા છે.

 

તું નિમિત માત્ર હોય, તારો શોક અને કલ્પાંત અસ્થાને છે. 

 

આ મહામાનવ આજે ભૌતિક રીતે સદેહે આપણી સાથે નથી. તેમણે આપેલું જ્ઞાન આજે પણ "ભગવદ્ ગીતા ના રૂપમાં આપણને, સમસ્ત વિશ્વને પ્રેરણા આપી રહ્યું છે. 

 

તેમની દિવ્યતા અને ભવ્યતા સતત આપણને મળી રહી છે. આપણે અનુભવી રહ્યા છીએ.

 

જયારે જયારે પૃથ્વી પર પાપનો ઉદય થાય છે, અરાજકતા અને ઉપદ્રવ વધે,ધર્મનો ક્ષય થાય છે, ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે અને અધર્મના વિનાશને માટે હું વખતો વખત જન્મ ધારણ કરું છું.

 

શ્રીકૃષ્ણ નહીં શોક,નહીં દુ:ખ.

કર્મ અને કર્મની જ ગતિ ન્યારી છે

 

જય શ્રીકૃષ્ણ..🙏

Written By:
SHAILESH BARAIYA
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.