"આશરો" - આર. પી. બારૈયા   (રબારીકા)

                 સુરેશભાઈ અને સુધાબેન આમ તો આધેડ પણ સુખી પરીવારમાં રહે. પોતાના કેહવાય તેવો
સારો ધંધો આખો દિવસ સુરેશભાઈ પેઢીએ કામ કરે. સંતાનમાં એક દિવસ દિકરો દેશમાં ભણતર પુરૂં કરી વિદેશમાં વઘારે અભ્યાસ માટે ગયેલો. આમ ઘરે અત્યારે આ બે જ જણ.
સુરેશભાઈના પિતાએ આશરો નામની સંસ્થા બનાવેલી. જયાં ઘરથી તરછોડાયેલા અને દિકરા વહુના ત્રાસમાંથી મૂક્ત થયેલા વૃધ્ધ પુરૂષો અને સ્રીઓ ત્યાં આશરો મેળવે અને હરીભજન
કરે. સુરેશભાઈએ એમના પત્નીને કહેલ અહીં રહેતા વૃધ્ધોનું બરાબર ધ્યાન રાખજો કોઈનું અપમાન થાય તેવું વર્તન કરવાનું નહીં  અને બે ટાઈમ ચા અને બે ટાઈમ જમવાનું મળે તેનું ધ્યાન
રાખવાનું. સુરેશભાઈનો પુત્ર વિદેશ રહે અને ભણે અને બાપના પૈસાએ તાગડધિન્ના કરે. આપણા દેશની પણ ત્યાં રહેતી એક રૂપાળી પણ અલ્લડ અને અભિમાની છોકરીનાં પરિચયમાં આવ્યા.આંખ મળી અને પ્રેમ થયો. બંનેએ લગ્ન કરવાનું નકી કરી પોત પોતાના માબાપને વાત કરી.સુરેશભાઈએ પોતાના પૃત્રનું દિલ રાખવા લગ્નની હા કહી અને બંનેના ઘડીયા લગ્ન લેવાણા. બા(રીના) પરણીને સાસરે આવ્યા પણ અભિમાની સ્વછંદી અને હેકડ બોલીની છોકરીને સાસુ સસરા સાથે ફાવે નહીં, મોડી ઉઠે વહેલી સુઈ જાય ઘરકામમાં મદદ કરે નહીં. સુધાબેન એકલા બધું જકામ મુંગા મોઢે કર્યા કરે. બોલે નહીં. પણ સુરેશભાઈ થી આ બધું સહન થાય નહીં.  મનમાં બળ્યા કરે અને કયારેક બોલી નાખે તો રીના તેનું પણ અપમાન કરે તેથી સુરેશભાઈને ખૂબ જ દુ:ખ થાય પણ શું કરે. ટૂંકી બિમારી અને મનનો મુંજા અમા તેનુ મૃત્યુ થયુ. હવે ઘરમાં એકલા સુધાબેન ન કોઈ બોલાવે ન કોઈ કામમાં મદદ કરે કંઈ બોલે તો છોકરો પણ કહે મમ્મી કંઈ બોલવાનું નહીં રીના કેશે તેમજ ઘરમાં થશે અને તમને ન ફાવે તો ઘરડા ઘરમાં જઈ શકો છો. બાકી રીનાને કંઈ કહેવાનું નહીં.

                                                                                     

                 સુધાબેન એકલા પહેરેલ કપડે ઘરેથી નીકળી ગયા. એ મંદિરને ઓટલે જઈને બેઠા વિચાર કરે છે. ત્યાં સુરેશભાઈના મિત્ર રમણભાઈએ સુધાબેનને નિરાશ બેઠેલા જોઈ બોલ્યા અરે બેન તમે એકલા આમ અહીં. ત્યાં સુધાબેનને રોકેલા આંસુનો બંધ તૂટી ગયો અને રડી પડ્યા. રમણભાઈએ થોડીવાર રડવા 'દીધા જેથી તેનું હૈયું ખાલી થયું અને પછી બધી વાત કરી. રમણભાઈ પણ રડી પડ્યા અને કહ્યું બેન તમે મુંજાશો નહીં, સુરેશભાઈને ખબર હતી તેથી વીલ બનાવી ઘર અને બધી જ સંપતિ તમારે નામ કરી છે. કાલે જ હું તમારા દિકરા વહુને નોટીસ આપી ઘર ખાલી કરાવું છું. નોટીસ મળતા જ દિકરો વહુ દોડતા આવ્યા અને બાને વિનનવા લાગ્યા. માફી માંગવા લાગ્યા. તેથી મા તો આખર મા છે. પુત્ર કપુત્ર થાય પણ માવતર કમાવતર થાય નહીં. બંનેને માફ કરી થોડો મકાનનો ભાગ આપી જુદા રેહવાની વ્યવસ્થા કરી અને પોતે પોતાની સંપતિ અને મકાનને આધારે જુદા એકલા સુખેથી રહેવા લાગ્યા.

- રમણીકભાઈ પી. બારૈયા   (રબારીકા)

 

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.