"સુતક ધર્મ અને તેના નિયમો" - ભાનુશંકરભાઈ ભટ્ટ ( વેળાવદર)
જય મહાદેવ, જય પરશુરામ, માતૃદેવો,
પિતૃદેવો ભવઃ, નમસ્તે જ્ઞાતિજનો, મિત્રો, વડીલો
બ્રાહ્મણસ્તુ દશાહેન, શતિયો દ્રાદશે હનિ ।
વૈશ્યઃ પંચ દશા હેન, શુદ્રો માસેન શુધ્ધ યતિ ॥
આપણી જુની માન્યતા છે કે જનમ, મરણનું સુતક આપણને સવા મહિમાનું લાગે છે પણ બ્રાહ્મણને દસ દિવસનું જ સુતક લાગે છે,કારણ કે આપણે માં ગાયત્રીનાં ઉપાસક છીએ અને વિધીઓ વેદમંત્રોથી આપણે જનોઈને ધારણ કરીએ છીએ માટે બ્રાહ્મણ ૧૦ દિવસે શુધ્ધ થઈ જાય છે. ક્ષત્રિયો વિધિ વિના જનોઈ ધારણ કરે છે માટે તે ૧૨ દિવસે શુધ્ધ થાય છે. વૈશ્ય જે જનોઈ પહેરતા તે ૧૫ દિવસે શુધ્ધ થાય છે. અને જે જનોઈ નથી જ પહેરતા તે ૧ મહીને શુધ્ધ થાય છે તે પ્રમાણે સુતક જાતી પ્રમાણે લાગે છે. તે જનોઈને લીધે સુતક લાગે છે. જનોઈ વિશે આપણે બ્રાહણો જ પૂર્ણ જાણકર છીએ. જનોઈ તે કંઈ તાગડા નથી નવ તંતુ નવ દેવોનું આવાહન નવ દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ દેવોનો અંદર વાસ છે. જનોઈને લીધે બ્રાહ્મણ કોઈ મેલી વિદ્યા પણ બ્રાહ્મણનાં શરીરમાં પ્રવેશ કરી શકતી નથી. પણ જનોઈ આપણે ૧ મહીને બદલવી જરૂરી છે. સુતક હોય ત્યારે ૧૦ દિવસ પછી પણ બદલવી જરૂરી છે. ગ્રહણ વખતે જનમ, મરણનાં સુતકમાં જનોઈ ૧૧ મા દિવસે બદલવી જરૂરી છે. અને આપણા પિતૃઓ (ખાંભીઓ) ને પણ સુતક પછી સ્નાન કરાવી જનોઈ બદલવી જરૂરી છે. તોજ પિતૃઓની ખાંભીઓ જાગ્રત રહે છે.
સુતક તેને પણ લાગે છે. સુતક હોય ત્યારે દેવ મૂર્તિ પૂજા ૧૦ દિવસ પછી કરવી મૂર્તિઓને સ્પર્શ કરી શકાતો નથી. દીવા ધૂપ નેવૈઘ ઘરી શકાતું નથી. દસ દિવસ પ્રાર્થના જપ માળા કરી શકાય મંદિરે ગર્ભ ગૃહમાં જઈ શકાતું નથી. બહારથી દર્શન કરી શકાય છે. ૧૦ દિવસ સુતકનાં સમયમાં ભિક્ષુકને ભિક્ષા પણ ન આપવી નહીંતર દોષ આપણને લાગે છે. ગણપતિ મૂરતિધૂપ નેવૈઘ ઘરી શકાતું નથી. દસ દિવસ પ્રાર્થના જપ માળા કરી શકાય મંદિરે ગર્ભ ગૃહમાં જઈ શકાતું નથી. બહારથી દર્શન કરી શકાય છે. ૧૦ દિવસ સુતકનાં સમયમાં ભિક્ષુકને ભિક્ષા પણ ન આપવી નહીંતર દોષ આપણને લાગે છે. ગણપતિ મૂર્તિ શીવલીંગ માતાજીની મૂર્તિને સ્પર્શ કરવો નહીં. સુતકની જાણ પહેલાની રસોઈ જમવામાં વાંધો નથી પણ સુતકની જાણ પછી પ્રસંગોની રસોઈ સુક્તવાળી ગણાય છે. સુતકવાળું જમવું પણ દોષ લાગે છે. સુતક શાલીગ્રામની મૂર્તિ નારાયણ સ્વરૂપ ધી રસ બધા ગોળ દૂધને લાગતું નથી. સુતક સાત પેઢી સુધી લાગે પણ પેઢી પ્રમાણે ઓછું થતું જાય છે. એક સુતક ચાલતુ હોયઅને બીજુ સુતક લાગે તો બેય સુતક ૧૦ દિવસે પુરા થઈ જાય છે. સંબંધીઓનું સુતક સ્નાન કરવાથી પુરૂ થઈ જાય છે. શબને સ્પર્શ કરવા વાળાને જનોઈ બદલવી સ્નાન કરવાથી સુતક પુરૂ થઈ જાય છે. સંબંધીઓના કુટુંબીનાં નહીં અને આપણે બ્રાહ્મણોએ સંપિડી શ્રાધ્ધ એટલે કે બારમુ જ કરવું. સ્રી મરણ હોય કે પુરૂષનું બારમું જ કરવું, અગીયારમું કરવાથી ૧૦ દિવસ પેહલા આપણે સુતકમાંથી મુક્ત થતા નથી. માટે સંપિડી શ્રાધ્ધ બારમું બારમે દિવસે કરવું. સંપિડી પહેલા જમવું યોગ્ય નથી.સંપિડી કરણ પછી જ જમણવાર શરૂ કરવું. જેથી કરીને પિતૃભોજન ગણાય અને પિતૃઓને અન્નદાનનું પુણ્ય પ્રાપ્તતથાય. સુતક, બ્રહ્મચારી, યતિ, અગ્રહોત્રી, રાજાને લાગતું નથી. સુતક વિશે આપણે બ્રાહ્મણોએ જાણવું જરૂરી છે. એટલા માટે સુતક વિશે આપણે જાણીએ.
(ગરૂડ પુરાણ આધારીત)
- ભાનુશંકરભાઈ ભટ્ટ (વેળાવદર)
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ
Nice to see you! Please Sign up with your account.