
ભાઈશંકરભાઈ કેશવજીભાઈ જાની
મૃત્યુ: 20/08/2025, Wednesday
સથરા
ઉંમર: 100
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા. 🙏🏻🕉️🙏😭🙏
મું. સથરા તા તળાજા નિવાસી ભાઈશંકરભાઈ કેશવજીભાઈ જાની ઉ.વર્ષ ૧૦૦, તારીખ:- ૨૦/૦૮/૨૦૨૫ ને બુધવારના રોજ અક્ષરવાસી થયેલ છે. જેઓ સ્વ.વાલીબેન ભાઈશંકરભાઈ જાનીના પતિ થાય. તેઓ કાંતિભાઈ (માજી.તાલુકા સદસ્ય), કરશનભાઈ (નિવૃત આચાર્ય ભારાપરા), નંદલાલભાઈ, જયંતીભાઈ (મ. શિ. સથરા. કે.વ), મંજુબેન દુર્લભજીભાઈ બારૈયાના પિતાજી થાય. તેઓ ભીખાલાલ કેશવજીભાઈ જાની, સ્વ. દેવકુરબેન મણિશંકર પંડયા (કુંઢડા), જેઠીબેન મનુભાઈ બારૈયા (સથરા) નાં મોટાભાઈ થાય. તેમજ પ્રકાશભાઈ, જેશંકરભાઈ, અશોકભાઈ, કાંતુબેન ગીરજ્યાશંકર ધાંધલ્યા (નવી દેવલી) ના મોટાબાપા થાય. તથા દયારામભાઈ હરજીભાઈ જાની (અવની એગ્રો), જયંતીભાઈ દલપતભાઈ જાની (APMC - તળાજા), મુકેશભાઈ ભુપતભાઈ જાનીના દાદા થાય. તેમજ મેહુલભાઈ કે જાની, ભાવનાબેન નરેશભાઈ ધાંધલ્યા, શિલ્પાબેન મુકેશભાઈ પંડયા, હસમુખભાઈ કે જાની (MPHW-જામનગર), અસ્મિતાબેન ભદ્રેશભાઈ પાલ (FHW - મણાર), મહેન્દ્રકુમાર એન જાની, ચેતનકુમાર એન જાની (અંકલેશ્વર), મિલનભાઈ જે.જાની (જર્મની), પ્રિયંકાબેન વિશાલકુમાર પંડયા (મ.શિ કચ્છ), પુજાબેન જે જાની (શિ.સ.બેલા-ગારીયાધાર)નાં દાદા થાય. તથા દુર્લભજીભાઈ વાલજીભાઈ બારૈયા (સથરા)ના સસરા થાય. તથા નરેશભાઈ એચ ધાંધલ્યા (C.R.C), મુકેશભાઈ ડી પંડ્યા (ગઢડા), ભદ્રેશભાઈ ગીરજ્યાશંકરભાઈ પાલ (કોર્ટ - તળાજા - ખરકડી), વિશાલકુમાર દલપતભાઈ પંડયા (પીપરલા - ભાવનગર)ના વડ સસરા થાય.
સથરા નિવાસી મથુરભાઈ મહાશંકર બારૈયા, સ્વ. મુળજીભાઈ એમ. બારૈયા, મનુભાઈ એમ.બારૈયાના બનેવી થાય. તેમજ કાંતિભાઈ મથુરભાઈ બારૈયા (શેઠ), રમેશભાઈ મુળજીભાઈ બારૈયા, દિલીપભાઈ મનુભાઈ બારૈયાના મામા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) ખરખરો તા:- ૨૪ અને ૨૫/૦૮/૨૦૨૫ રવિવાર અને સોમવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજની વાડી - સથરા (પીપરલા રોડ) રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૮/૦૮/૨૦૨૫ ને ગુરુવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની . મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages