૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૬

ફોર્મ ભરતા પહેલા નીચેના નિયમો ધ્યાનથી વાંચો.

નિયમો અને શરતો

ફોર્મ ભરતા પહેલા નીચે મુજબની તૈયારી રાખવી:

  1. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં તૈયાર રાખો.
  2. તમારું આધાર કાર્ડ સાથે રાખો.
  3. જે ડિગ્રી માટે ફોર્મ ભરવાનું હોય તેની ઓરિજિનલ કલર ડિગ્રી/માર્કશીટની સ્પષ્ટ વાંચી શકાય તેવી 10 MB સુધીની PDF ફાઇલ તૈયાર રાખો.
  4. જો તમે HSC Science Group A અથવા Group B માં હોવ અને એકથી વધુ કેટેગરી માટે પાત્રતા ધરાવતા હોવ, તો દરેક સંબંધિત ડિગ્રી/માર્કશીટની અલગ-અલગ 10 MB સુધીની સ્પષ્ટ PDF ફાઇલ તૈયાર રાખો.
  5. સેમેસ્ટર સિસ્ટમવાળા કોર્સમાં છેલ્લા સેમેસ્ટરની એવી માર્કશીટ જોડવી જેમાં અગાઉના તમામ સેમેસ્ટરના ગુણ સમાવિષ્ટ હોય.

ફોર્મમાં ભરવાની માહિતી

  1. વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર લખો.
  2. વિદ્યાર્થીનું પૂરું નામ (માર્કશીટ મુજબ અંગ્રેજીમાં CAPITAL LETTERS માં) લખો.
  3. મૂળ ગામનું નામ લખો.
  4. વિદ્યાર્થીનો મોબાઇલ નંબર લખો.
  5. વિદ્યાર્થીનું કાયમી સરનામું લખો.
  6. વિદ્યાર્થી અથવા વાલીનો WhatsApp નંબર લખો.
  7. વિદ્યાર્થી અથવા વાલીનું Email ID લખો.
  8. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
    (આ ફોટો સર્ટિફિકેટ અને શિલ્ડમાં ઉપયોગમાં લેવાશે, તેથી મોડેલિંગ પ્રકારના ફોટા સ્વીકારવામાં આવશે નહીં.)
  9. પરીક્ષા પાસ કર્યાનું વર્ષ લખો.
    (તા. 30-06-2025 પછી જાહેર થયેલા પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓ જ 2026ના સન્માન માટે પાત્ર રહેશે.)
  10. વિદ્યાર્થીએ પાસ કરેલી પરીક્ષા/ડિગ્રી પસંદ કરો. જો આપની ડિગ્રી યાદીમાં ન હોય તો Other પસંદ કરી ડિગ્રીનું નામ લખો. અંતિમ નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવશે.
  11. પરીક્ષાના કુલ ગુણ (Total Marks) લખો.
  12. મેળવેલા ગુણ (Obtained Marks) લખો.
  13. ટકાવારી (Percentage) સિસ્ટમ દ્વારા આપમેળે દર્શાવવામાં આવશે.
    નોંધ: સમિતિ દ્વારા નક્કી કરેલ માપદંડ મુજબની ટકાવારી હશે તો જ ફોર્મ સ્વીકારવામાં આવશે.
  14. HSC Science Group A અને B માટે તમારી યોગ્યતા મુજબ કેટેગરી પસંદ કરો. તમને એક જ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે.
  15. SPORTS કેટેગરીમાં રાજ્યકક્ષાએ અથવા રાષ્ટ્રીય કક્ષાએ 1, 2 અથવા 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
    (ફેડરેશન સ્પર્ધાઓને ધ્યાને લેવામાં આવશે નહીં.)

મહત્વપૂર્ણ બાંહેધરી

હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઓનલાઇન ફોર્મમાં ભરેલ તમામ વિગતો મેં બરાબર વાંચી, સમજી અને ચકાસી છે. મારા દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી અને અપલોડ કરાયેલા દસ્તાવેજો સાચા અને સચોટ છે.

સમિતિ દ્વારા જ્યારે પણ માહિતી અથવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે ત્યારે હું જરૂરી મૂળ દસ્તાવેજો રજૂ કરવા માટે બંધાયેલ છું. જો કોઈ માહિતી ખોટી, અધૂરી અથવા ભ્રામક હોવાનું જણાશે તો સમિતિનો નિર્ણય મને માન્ય રહેશે અને મારું સન્માન/પસંદગી રદ કરવામાં આવી શકે છે.


અંતિમ સૂચના

ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ માહિતી બે વખત ચકાસી લો અને અપલોડ કરેલ દસ્તાવેજો યોગ્ય રીતે અપલોડ થયા છે તેની ખાતરી કરો.

ત્યારબાદ "નોંધણી કરો" બટન પર ક્લિક કરો. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમારી સ્ક્રીન પર સફળતાનો સંદેશ, કાર્યક્રમનું સ્થળ અને તારીખ દર્શાવવામાં આવશે.


નોંધ

  • દરેક તેજસ્વી તારલાએ પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન માત્ર એક જ વખત કરવું.
  • તા. 30-06-2026 પછી ઓનલાઇન અથવા હાર્ડકોપી દ્વારા કોઈપણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

આગળ વધો (ફોર્મ ભરો)
જો તમે ફોર્મ પહેલેથી ભર્યું છે અને તમારી સ્થિતિ જાણવા માંગો છો તો અહીં ક્લિક કરો.
પાછા જાઓ