શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

સનાતન ધર્મ ના ૧૬ સંસ્કાર

હિન્દુ ધર્મમાં ગર્ભાધાનથી લઈને મૃત્યુ સુધી માનવ જીવનને શુદ્ધ, પવિત્ર અને ઉત્તમ બનાવવા માટે ૧૬ સંસ્કારો (ષોડશ સંસ્કાર) વર્ણવવામાં આવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધીને વ્યક્તિને આદર્શ સમાજ નિર્માણ માટે યોગ્ય બનાવવાનો છે.

હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારોની યાદી:


૧. ગર્ભાધાન: ગર્ભ ધારણ કરવાનો પ્રથમ સંસ્કાર, જે ઉત્તમ અને સંસ્કારી સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.


૨. પુંસવન: ગર્ભના રક્ષણ અને તંદુરસ્ત વિકાસ માટે, ગર્ભધારણના બીજા કે ત્રીજા મહિને થતી વિધિ.


૩. સીમંતોન્નયન: ગર્ભવતી સ્ત્રીની પ્રસન્નતા અને ગર્ભસ્થ બાળકના યોગ્ય માનસિક વિકાસ માટે કરાતો સંસ્કાર.


૪. જાતકર્મ: બાળકનો જન્મ થાય એટલે નાળ કાપતા પહેલાં, તેને મધ અને ઘી ચટાડીને બુદ્ધિ અને આયુષ્યની કામના કરાતી વિધિ.


૫. નામકરણ: બાળકના જન્મના ૧૦ થી ૧૨ દિવસ પછી તેનું શુભ નામ પાડવાની વિધિ.


૬. નિષ્ક્રમણ: બાળકને ઘરમાંથી બહાર કાઢીને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવવાનો સંસ્કાર (સામાન્ય રીતે ચોથા મહિને થાય).


૭. અન્નપ્રાશન: છઠ્ઠા મહિને બાળકને પહેલીવાર અન્ન (ખીર કે અન્નનો પદાર્થ) આરોગાવવાની વિધિ.


૮. ચૂડાકર્મ (મુંડન): બાળકના જન્મ પછી કે ત્રીજા વર્ષે માથાના વાળ ઉતારવાની વિધિ, જેથી બુદ્ધિનો વિકાસ થાય.


૯. કર્ણવેધ: બાળક (બાળક કે બાળકી)ના કાન વીંધવાની વિધિ.


૧૦. વિદ્યારંભ: બાળકને પ્રાથમિક શિક્ષણ (અક્ષરજ્ઞાન) આપવાની શરૂઆત.


૧૧. ઉપનયન (જનોઈ): બાળકને ગુરુકુળમાં ભણવા મોકલતી વખતે જનોઈ ધારણ કરાવીને બ્રહ્મચર્યની દીક્ષા આપવાનો સંસ્કાર.


૧૨. વેદારંભ: ઉપનયન બાદ બાળકને વેદો અને જ્ઞાનનું અધ્યયન કરાવવાની શરૂઆત.


૧૩. કેશાંત: ગુરુકુળમાં અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં ગુરુ સમક્ષ વાળ કપાવવાની વિધિ.


૧૪. સમાવર્તન: ગુરુકુળમાં શિક્ષણ પૂર્ણ કરી સ્નાતક

બાદ ગૃહસ્થ જીવનમાં પ્રવેશવા માટે અપાતી વિદાય.


૧૫. વિવાહ: વ્યક્તિના ગૃહસ્થ જીવનમાં પ્રવેશ અને સમાજમાં જવાબદારીપૂર્વક જીવવાની શરૂઆત કરાવતો મુખ્ય સંસ્કાર.

१६. અંત્યેષ્ટિ: માનવ જીવનનો અંતિમ સંસ્કાર, જે મૃત્યુ પછી દેહને પંચમહાવિલીન કરવાની શાસ્ત્રોક્ત વિધિ છે.

Written By:
Nirav Jani
ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.