દશા પાલીવાલ સમાજની ડિજિટલ ક્રાંતિ: આપણી અત્યાર સુધીની સફર અને આગામી મંઝિલ!
ગત વર્ષે આપણે સૌએ સાથે મળીને "દશા પાલીવાલ" એપ્લિકેશન દ્વારા સમાજને ડિજિટલ યુગમાં એક નવી ઓળખ આપી. સમાજના આઈટી સેલ (IT Cell) દ્વારા તૈયાર કરાયેલ આ પ્લેટફોર્મને આપ સૌનો અદભુત પ્રતિસાદ મળ્યો છે, જેનાથી આપણો સમાજ એક મજબૂત ડિજિટલ પરિવાર બન્યો છે.
આપણી તાજેતરની સફળતાઓ (Recent Milestones) : આપણી આ ડિજિટલ પહેલ હવે સમાજના મોટા કાર્યક્રમોને સરળ બનાવી રહી છે. એપ્લિકેશનના માધ્યમથી આપણે નીચે મુજબના કાર્યક્રમોનું અત્યંત સફળ અને સુવ્યવસ્થિત આયોજન કર્યું:
- "તેજસ્વી તારલા સન્માન સમારોહ"
- "પ્રોફેશનલ એક્સેલન્સ એવોર્ડ્સ"
એપ્લિકેશનની વર્તમાન સુવિધાઓ (એક નજરમાં):
- સમાચાર અને કાર્યક્રમો: સમાજની તમામ ગતિવિધિઓ અને ઈવેન્ટ્સની સચોટ માહિતી.
- ડિરેક્ટરી અને પ્રોફાઈલ: એકબીજા સાથે સરળતાથી જોડાવા માટે સભ્યોની ડીરેક્ટરી (સંપૂર્ણ પ્રાઈવસી સાથે).
- ઓપિનિયન પોલ અને પ્રતિભાવ: સમાજના વિવિધ વિષયો પર તમારા મંતવ્યો જાણવા માટે.
- સ્વજનનું સંભારણું: શ્રદ્ધાંજલિ આપવા.
આપણું આગામી લક્ષ્ય: ફ્યુચર પ્લાન (Upcoming Features) : આપણા સમાજને વધુ સંગઠિત અને પ્રગતિશીલ બનાવવા માટે અમે એપ્લિકેશનમાં કેટલીક નવીન સુવિધાઓ લાવી રહ્યા છીએ:
૧. માહિતીનું વ્યવસ્થાપન (Organized Data System) : સમાજના કયા સભ્યો કયા શહેરમાં વસે છે અને કયા ક્ષેત્રમાં (IT, Medical, Business વગેરે) કાર્યરત છે, તેનો એક ચોક્કસ ડેટાબેઝ તૈયાર કરવો. જેથી જરૂર પડ્યે એકબીજાને કારકિર્દીમાં મદદ કરી શકાય.
૨. વોકલ ફોર લોકલ - બિઝનેસ ડિરેક્ટરી (Vocal for Local) : સમાજના તમામ નાના-મોટા વ્યવસાયોનું એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે: "સમાજની વ્યક્તિ, સમાજના જ વ્યવસાયી પાસેથી ખરીદી કરે", જેથી આપણા જ લોકોનો આર્થિક વિકાસ થાય.
૩. ડિજિટલ ફેમિલી ટ્રી (Digital Family Tree) : સમગ્ર દશા પાલીવાલ સમાજની એક ડિજિટલ 'વંશાવળી' તૈયાર કરવી, જેથી આપણી આવનારી પેઢીઓ પોતાના મૂળ અને પારિવારિક ઇતિહાસ સાથે જોડાયેલી રહે.
૪. ઓનલાઈન વસ્તીગણતરી (Digital Census/Vastigantari) : એપ્લિકેશન દ્વારા સમાજની સચોટ વસ્તીગણતરી કરવી, જેથી સમાજના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ ચોક્કસ આંકડાઓના આધારે બનાવી શકાય.
૫. કમિટી અને સભ્યો વચ્ચેનો સેતુ (Mediator Role) : સમાજની વિવિધ કમિટીઓ અને સામાન્ય સભ્યો વચ્ચે પારદર્શક સંવાદ થાય, પ્રશ્નોનું નિરાકરણ આવે અને સૂચનોની આપ-લે થાય તે માટે આ પ્લેટફોર્મ એક 'મધ્યસ્થી' (Mediator) તરીકે કાર્ય કરશે.
માહિતી ગોપનીયતા પર ખૂબ જ ધ્યાન અપાયું છે — બહેનોના ફોટો તેઓ ઈચ્છે તો જ બતાવવા, ફોન નંબર ના બતાવવા વગેરે ગંભીર મુદ્દાઓ આવરી લેવાયા છે.
આવો, આપણે સૌ સાથે મળીને પાલીવાલ બ્રાહ્મણ સમાજને વધુ ઉન્નત બનાવીએ! જો તમે હજુ પણ આ ડિજિટલ પરિવારનો હિસ્સો નથી બન્યા, તો આજે જ Dasha Paliwal Application ડાઉનલોડ કરી રજિસ્ટર કરો.
(આપનો સાથ, સમાજનો વિકાસ)
આજે જ DASHA PALIWAL
એપ્લિકેશનની મુલાકાત લો
પોતાને રજીસ્ટર કરો અને ડિજિટલ
પરિવારનો હિસ્સો બનો !
રમણા અશ્વિનકુમાર વિનુભાઈ
(સોફ્ટવેર એન્જિનિયર)
મો. ૮૩૪૭૪૩૩૦૧૫
જાની નિરવભાઈ ભાનુશંકરભાઈ
(સોફ્ટવેર એન્જિનિયર)
મો. ૯૪૨૭૫૬૦૩૧૦
ટિપ્પણીઓ
2 ટિપ્પણીઓ